Tuesday, September 17, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતની જીવાદોરી નર્મદા નીરના વધામણાં...

ગુજરાતની જીવાદોરી નર્મદા નીરના વધામણાં…

- Advertisement -

સરદાર સરોવર નર્મદા ડેમની જલસપાટી સીઝનમાં પ્રથમવાર 138 મીટરને પર થઈને પ્રથમવાર 138.68 મીટરે નોંધાઈ હતી. ત્યારે મુખ્યમંત્રી આજે કેવડિયા ખાતે પહોંચી મા નર્મદાના વધામણા કર્યા હતા. આજે સવાર સુધીમાં ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર સુધી પહોંચી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે નર્મદા નદીની વિધિવત પૂજા કરી આરતી ઉતારી હતી.

- Advertisement -

હાલ ઉપરવાસમાંથી પાણીની આવક – 2,11,067 ક્યુસેક.આવી રહી છે. જેના લીધે હાલ 23 દરવાજા ખોલવાની ફરજ પડી છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમના સરદાર સરોવરમાં પાણીની આવક 2,11,067 ક્યુસેક થઈ રહી છે. ત્યારે સવારે 23 દરવાજા 1.30 મીટર 1,50,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આમ ઉપરવાસમાંથી સતત પાણીની આવક આવતી રહી અને સપાટી ધીરે ધીરે વધતી ગઈ. નર્મદા ડેમની જલસંપત્તિ 138.68 મીટરની મહત્તમ સપાટીને પાર કરી એટલે જે છલોછલ નર્મદા ડેમને જોવાની ગુજરાતની ઈચ્છા હતી. જે આજે પરિપૂર્ણ થઇ છે અને આ નર્મદા નીરના વધામણાં કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે 8 કલાકે નર્મદા ડેમ પર પહોંચી બ્રાહ્મણોની હાજરીમાં પૂજા કરી શ્રીફળ ચુંદળી પુષ્પ ચઢાવી માં નર્મદાના નીરના વધામણાં કરશે. આ છલોછલ ડેમ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને જન્મ દિવસની ભેટ અપાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular