છોટીકાશી જામનગરમાં અનેકવિધ તહેવારોની આસ્થાભેર ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગઇકાલે કારતક સુદ-છઠ્ઠના દિવસે છઠ્ઠ પૂજા પણ કરવામાં આવી હતી. બિહાર સહિતના રાજ્યોમાં છઠ્ઠ પૂજાનું અનેરૂ મહત્વ છે જામનગર શહેરમાં પણ બિહાર સહિતના રાજ્યના લોકો વસવાટ કરતા હોય છઠ્ઠ પૂજા કરી હતી. પરિણીતાઓએ શોળે શણગાર સજી પાણીના કાંઠે છઠ્ઠ પૂજા કરે છે. જામનગર શહેરમાં બિહાર સહિતના રાજ્યના લોકો વસે છે તેવા વિસ્તારોમાં ગઇકાલે સોમવારે છઠ્ઠ પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઇ વિધીવિધાનપૂર્વક પૂજા કરી આ પર્વ મનાવ્યું હતું.
View this post on Instagram


