આજના સમયમાં ડીજીટલ ક્રાંતિ થઇ રહી છે. ટેકનોલોજી ક્ષેત્રે વિશ્વ આગળ વધુ રહ્યું છે. દરેક કામ સરળ અને સ્પીડી બની રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીઓ વાયરલ થયો છે જે જોતા જ દરેકની આંખોમાં રંગીન સપનાઓ આવી રહ્યા છે. વિડીયો માં દેખાઈ રહ્યું છે કે એક રોબોટ રસોડામાં ખુબ ટેસ્ટી વાનગી બનાવી રહ્યો છે. આ વિડીયો કઈ ક્યાંનો છે તે જાણકારી હાલ ઉપલબ્ધ નથી પરંતુ તેને જોઇને દરેક ગૃહિણીને રાહતની અનુભૂતિ થઇ રહી છે. જયારે ઘરના ધણી એવા પુરુષોને પણ કંઇક નવો ટેસ્ટ ચાખવા મળશે તેવી વાટ જોવાઈ રહી છે. જયારે બાળકોને પણ રોબોટ પાસેથી ભવિષ્યમાં ટેસ્ટી અવનવી વાનગીઓ મળી રહે તો નવાઈ નહિ.
Chef robot pic.twitter.com/kzIGdGrMIG
— Volkan (@thebestvolkan) May 12, 2024