Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે ડેન્ટલ કોલેજ જામનગર ખાતે દાંત અને પેઢાની તંદુરસ્તી માટે ચેકઅપ કેમ્પ

આવતીકાલે ડેન્ટલ કોલેજ જામનગર ખાતે દાંત અને પેઢાની તંદુરસ્તી માટે ચેકઅપ કેમ્પ

- Advertisement -

પેઢાના સ્વાસ્થ્ય તથા તેને લગતા રોગો અંગે સામાન્ય જનમાનસમાં અપરિચિતતા, ઉપેક્ષા તથા અવગણના પ્રવર્તે છે ત્યારે આ અંગે જાગૃતિ ફેલાવવી અત્યંત જરૂરી થઈ પડે છે. ઇન્ડિયન સોસાઇટી ઓફ પેરિયોડોન્ટોલોજી દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ “નેશનલ પેરિયોડોન્ટીસ્ટ ડે” જાહેર કરવામાં આવેલ છે જે અન્વયે ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરના ડિપાર્ટમેન્ટ ઑફ પેરિયોડોન્ટોલોજી એન્ડ ઇમ્પ્લાન્ટોલોજીના ઉપક્રમે તા. 23/02/2023 ને રોજ “નેશનલ પેરિયોડોન્ટીસ્ટ ડે” ની ઉજવણી અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લોકોને દાંત અને પેઢાની તંદુરસ્તી માટે નિયમિત ચેક-અપ કરાવા ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલના ડીન દ્વારા જણાવવામાં આવ્યું છે.
પેઢાને લગતા રોગો અને પેઢાના સ્વાસ્થ્યનું મહત્વ

- Advertisement -

સામાન્ય રીતે દાંત તેમના મૂળિયા વડે જડબાના હાડકામાં જકડાયેલા હોય છે. જેમની ઉંપર પેઢાની ચામડીનું આવરણ હોય છે. દાંતના મૂળિયા વિશિષ્ટ પેશી વડે જડબાના હાડકાં સાથે જોડાયેલ હોય છે.જેને પેરિયોડોન્ટલ ફાઈબર કહે છે પેઢાના રોગો કે જેને સામાન્ય ભાષામાં પેરિયોડોન્ટાઇટીસ કહે છે. અને સામાન્ય માણસ તેને પાયોરિયાના નામે ઓળખે છે. તેમાં આ પેરિયોડોન્ટલ ફાઈબર પેઢાની પેશીઓ તથા તેની નીચે રહેલ જડબાનું હાડકું ખવાતુ જાય છે. જેથી ધીમે ધીમે દાંતનું તેના જડબાના હાડકા સાથેનું જોડાણ નબળુ પડતુ જાય છે. સમય સાથે દાંત હલવા માંડે છે અને અંતે પડી જાય છે

  • પેઢાના રોગ (પેરિયોડોન્ટાઇટીસ) થવાનુ કારણ
    અપૂરતી અથવા ખોટી રીતે કરવામાં આવતી મો ની સફાઈથી દાત અને પેઢા વચ્ચે રહેલ નાની કુદરતી જગ્યાઓમાં ફસાયેલ ખોરાક નિકળતો નથી અને ત્યા છારી જામવાની શરૂ થાય છે. શરૂઆતમા આ છારી નરમ હોય છે અને ધીરે ધીરે કઠણ થાય છે.આ છારીમાં રહેલા બેક્ટેરિયાને લીધે પેઢાની પેશીઓ પેરિયોડોન્ટલ ફાઈબર તથા જડબાના હાડકાનો નાશ થાય છે. મેડિકલ ક્ષેત્રે તાજેતરમાં થયેલા કેટલાક અધ્યતન સંશોધનો દર્શાવે છે કે પેઢા પરની આ છારીમા રહેલા બેક્ટેરિયાને લીધે શરીરના બીજા ભાગના રોગો જેવા કે ડાયાબિટિસ, હાર્ટએટેક, બ્રેઇન સ્ટ્રોક, રુમેટોઈડ આર્થરાઈટીસ(સંધિવા), પ્રેગ્નન્સીમા સમય પહેલા બાળકની ડિલીવરી, તથા સામાન્ય કરતા ઓછા વજનના બાળક ની ડિલીવરી, વગેરે થવાની પ્રબળ શક્યતા છે.
  • પેઢાના રોગોનું નિદાન તથા સારવાર
    સામાન્યત: પેઢાના રોગ (પેરિયોડોન્ટાઇટીસ) માં દુખાવો થતો નથી જેથી આ રોગને ‘જશહયક્ષિં સશહહયિ” તરીકે ઓળખવામાં આવે છે. તેથી રોગીને આ રોગ વિશે તેવા તબક્કામાં જાણ થાય છે, જયારે રોગ ઘણો વકરી ગયેલ હોય. આ રોગનું મુખ્ય લક્ષણ પેઢામાંથી બ્રશ કરતી વખતે અથવા જમતી વખતે અથવા સ્વયંભૂ લોહી નિકળે છે. અન્ય લક્ષણોમાં પેઢાનો સોજો, મો માંથી દુર્ગંધ આવવી પેઢામાં વારંવાર રસી થઈ જવા, જમતી વખતે દાંત વચ્ચે ખોરાક ફસાઈ જવો વગેરેનો સમાવેશ થાય છે. રોગનું સમયસર નિદાન અને યોગ્ય સારવાર થવાથી રોગ આગળ વધતો અટકાવી શકાય છે તથા દાંત હલીને પડી જતા બચાવી શકાય છે.
  • પેઢાના રોગોના નિષ્ણાત (પેરિયોડોન્ટિસ્ટ) ની ભૂમિકા
    આ પેઢામાં થતા રોગના નિદાન સારવાર તથા નિવારણ અને નિયંત્રણ સંદર્ભે પેઢાના રોગોના નિષ્ણાત(પેરિયોડોન્ટિસ્ટ) ની ભૂમિકા મહત્વની થઈ પડે છે. આ ડોક્ટર દર્દીને રોગ અંગેની જરૂરી માહિતી નિદાન તથા સારવાર પૂરી પાડે છે તથા ભવિષ્યમાં આ રોગ ન થાય તથા શરીરના બીજા રોગો જે પેરિયોડોન્ટાઇટીસથી સકળાયેલ છે તે ન થાય તે માટે રાખવાની કાળજી અંગે સમજાવે છે. દરેક વ્યક્તિએ દર છ મહિને દાંતના સર્જન અથવા પેરિયોડોન્ટિસ્ટ મુલાકાત લઈને દાંત તથા પેઢાની ચકાસણી કરાવવી જોઈએ તથા જરૂર પડે તો યોગ્ય સારવાર કરાવવી જોઈએ.
  • પેઢાની સારવાર અંગે પ્રવર્તતી ગેર માન્યતાઓ
    સામાન્ય જનતામાં એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે દાતની સફાઈ (સ્કેલિંગ) અથવા પેઢાની સારવાર કરાવવાથી દાંત હલવા માંડે છે કે દાંતનું પડ ઘસાઈ જાય છે. જે તદ્દન પાયાવિહોણી વાત છે ઊલટાનું સફાઈ (સ્કેલિંગ) કરાવવાથી વધુ હલતા અટકાવી શકાય છે, તથા પેઢાની મજબૂતાઈ પણ વધે છે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular