જામનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઇ આચારસંહિતા અમલમાં લાગી ચૂકી છે. જેને લઇ વિવિધ પ્રવૃત્તિઓ પર જરુરી પ્રતિબંધો ફરમાવતુ જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરાયું છે. ત્યારે જિલ્લામાં શાંતિ અને સલામતિ જળવાઇ રહે તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
જામનગરમાં આજરોજ રણજીતસાગર રોડ પર પોલીસ ટીમ તથા ચૂંટણી ફરજ ટીમ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં આચારસંહિતા અમલમાં આવી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સુરક્ષાની ચોકસાઇને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અને પોલીસ
4અનુ. પાના નં. 6 ઉપર