Saturday, December 28, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકોની ફૂડ શાખા દ્વારા ફાસ્ટ ફૂડ-હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા ફાસ્ટ ફૂડ-હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ

સતનામ પાર્સલ પોઇન્ટ તથા ડી-પીઝામાંથી નુડલ્સ, પાસ્તા, સેન્ડવીચ સહિતની અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો : ઢોસાનું ખીરૂ, હળદર પાવડર, મરચુ પાવડર સહિત સાત જેટલા વિવિધ ખાદ્ય પદાર્થના નમૂના લેવાયા

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન હાથ ધરાયેલા ચેકિંગ દરમિયાન વિવિધ વિસ્તારોમાંથી નુડલ્સ, પાસ્તા, બોઇલ વેજિટેબલ, સેન્ડવીચ સહિતની અખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ ઢોસાનું ખીરુ, હળદર પાવડર, સરસવ તેલ સહિતની ખાદ્ય સામગ્રીના નમુના વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતાં.

- Advertisement -

જામ્યુકોની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં શહેરના પટેલ કોલોની વિસ્તારમાં આવેલ સતનામ પાર્સલ પોઇન્ટમાંથી ચેકિંગ દરમિયાન બે કિલો ભાત, બે કિલો નુડલ્સ, બે કિલો બોઇલ વેજિટેબલ વાસી જણાતા તેનો સ્થળ પર નાશ કરાયો હતો. આ ઉપરાંત અંબર સિનેમા રોડ પર આવેલ ડી-પીઝા નામની પેઢીમાં બે કિલો બાફેલા બટાટા, 3 કિલો નુડલ્સ, 2 કિલો પાસ્તા તથા 12 નંગ સેન્ડવીચ વાસી જણાતાં સ્થળ ઉપર નાશ કરાયો હતો.

આ ઉપરાંત મહાપ્રભુજીની બેઠક રોડ, સ્વામીનારાયણ નગર, જોગસ પાર્ક, તેમજ ગુલાબનગર વિસ્તારમાંથી ઢોસાનુ ખીરુ, હળદર પાવડર (કાઠીયાવાડી બ્રાન્ડ), બેસન (ગાય બ્રાન્ડ), સરસવ તેલ (સૂરજ બ્રાન્ડ), રેડવેલવેટ કેક, મરચુ પાવડર સહિત 7 જેટલા ખાદ્ય પદાર્થના નમુના લઇ પરીક્ષણ માટે ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે મોકલવામાં આવ્યા હતાં. તેમજ અંબર સિનેમા રોડ પર ડી-પીઝા, વિલ્યિમ જોન પીઝા, જી.જી. હોસ્પિટલ સામે ભગતની લોજ, પટેલ કોલોની વિસ્તારમાં જે.કે. ફૂડ ઝોન, સતનામ પાર્સલ પોઇન્ટ, મિકસ ફૂડ (ટી પોર્ટ), ભૂમિકા રેસ્ટોરન્ટ, સ્વર્ગ ફૂડ ઝોન, સાઇ ફાસ્ટ ફૂડ તથા કિચન એઇજ, વિકાસ ગૃહ રોડ પર વિરાજ રેસ્ટોરન્ટ સહિતની પેઢીઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું અને સ્વચ્છતા, લેબર પ્રોવિઝનનું પાલન કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular