તહેવારોની સીઝનને ઘ્યાનમાં રાખી જામનગર મહાપાલિકાના ફુડ વિભાગ દ્વારા શહેરમાં આરોગ્ય વિષયક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત શહેરમાં આવેલ મીઠાઇ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરી ફરસાણ-મીઠાઇના નમુના એકત્ર કરવામાં આવી રહ્યાં છે. ફુડ વિભાગ દ્વારા આજે શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી મીઠાઇ-ફરસાણની દુકાનોમાંથી પેંડા, બરફી, જાંબુ સહિતની મીઠાઇઓનું ચેકીંગ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ સેમ્પલને પરીક્ષણ માટે વડોદરાની લેબમાં મોકલી આપવામાં આવશે.


