Sunday, December 22, 2024
Homeરાજ્યહાલારદ્વારકાના દરિયાકિનારેથી વધુ 20 કરોડનું ચરસ મળી આવ્યું

દ્વારકાના દરિયાકિનારેથી વધુ 20 કરોડનું ચરસ મળી આવ્યું

સંવેદનશીલ હાલારના દરિયાકિનારાનો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગ : 40 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા : દ્વારકા પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન

- Advertisement -

દ્વારકા નજીકના દરિયાકાંઠેથી ગત શુક્રવારે રૂ. 16 કરોડથી વધુની કિંમતના 32 જેટલા ચરસના પેકેટ મળી આવ્યા બાદ ચાર દિવસમાં વધુ 21 પેકેટ ચરસનો જથ્થો બિન વારસુ મળી આવ્યો હતો. આ વચ્ચે આજે પણ આશરે 40 જેટલા પેકેટ મળી આવતા ભારે ચર્ચા જાગી છે.

- Advertisement -

છેલ્લા આશરે એકાદ સપ્તાહથી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર દ્વારકા વિસ્તારના દરિયાકાંઠામાં સધન પેટ્રોલિંગ, ચેકિંગ તેમજ સર્ચ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. આ વચ્ચે જાણવા મળતી વિગત મુજબ દ્વારકા તાબેના વાંચ્છું ગામ વિસ્તારમાં આવેલા દરિયા કિનારા પાસે ચરસનો કેટલોક જથ્થો પોલીસને સાંપળ્યો છે.

આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ આશરે 40 પેકેટનો આ જથ્થો દરિયાકાંઠા વિસ્તારમાં બિનવારસુ હાલતમાં પડ્યો હતો. જેનો કબજો પોલીસે મેળવ્યો છે. ઝડપાયેલા આ ચરસની કિંમત રૂ. 20 કરોડ ઉપર અંદાજવામાં આવી રહી છે. આમ, છેલ્લા એક સપ્તાહ દરમિયાન બિનવારસુ રીતે મળી આવેલા ચરસના આશરે 100 જેટલા પેકેટની કિંમત 50 કરોડ સુધી થવા જાય છે. આજરોજ દેવભૂમિ દ્વારકા પોલીસને સાંપળેલા આશરે વીસેક કરોડની કિંમતના નશાકારક પદાર્થની ફોરેન્સિક તપાસ તેમજ વજન સહિત વિવિધ બાબતે ચકાસણી ચાલી રહી છે. જેની બીજી સત્તાવાર વિગતો આજે સાંજ સુધીમાં પોલીસ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવશે. આ પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયના વડપણ હેઠળ એસ.ઓ.જી., એલ.સી.બી. તેમજ મીઠાપુર પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં કામગીરી કરવામાં આવી રહી છે.

- Advertisement -

ત્યારે દેવભૂમિ દ્વારકા તેમજ કચ્છના દરિયાકાંઠે પણ મળી આવતા વ્યાપક પ્રમાણમાં ડ્રગ્સ (ચરસ)ના આ જથ્થા સંદર્ભે પોલીસ તંત્રમાં પણ દોડધામ સાથે સ્થાનિકોમાં ભારે ચર્ચામાંથી જવા પામી છે. જે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ – તજવીજ હાથ ધરાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular