Monday, December 23, 2024
Homeઆંતરરાષ્ટ્રીયન્યુર્યોકમાં શરણાર્થીઓના ધાડા ઉમટી પડતાં અરાજકતા

ન્યુર્યોકમાં શરણાર્થીઓના ધાડા ઉમટી પડતાં અરાજકતા

- Advertisement -

ન્યૂયોર્ક શહેરમાં શરણાર્થીઓ વધી પડતાં મેયરે ઈમરજન્સી જાહેર કરી છે. અમેરિકાના પ્રમુખ જો બાઈડેનને મેયરે તુરંત શહેરની સરહદે સુરક્ષા વધારવા તેમ જ શરણાર્થીઓના ધાડાને રોકવા પગલાં ભરવાની રજૂઆત કરી છે. તે સિવાય શરણાર્થીઓના કારણે શહેર પર આવી પડેલું આર્થિક ભારણ ઓછું કરવા મદદની માગણી પણ કરી છે. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે બાઈડેન સરકારને શરણાર્થી કટોકટીનો ઉકેલ લાવવાની રજૂઆત કરી છે અને શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી દીધી છે. 17000 શરણાર્થીઓના ધાડાં શહેરમાં આવી જતાં સ્થિતિ અરાજક બની હોવાનું એરિક એડમ્સે કહ્યું હતું. મેયરના કહેવા પ્રમાણે શહેરના બધા જ આશ્રયગૃહોમાં ક્ષમતા કરતાં વધુ શરણાર્થીઓ છે. આવી સ્થિતિમાં હજુય શરણાર્થીઓના ધાંડાં આવી રહ્યા છે.

- Advertisement -

અને તેમના માટે વ્યવસ્થા કરવાનું શહેરના સ્થાનિક સરકારી બોડી માટે શક્ય નથી. શરણાર્થી કટોકટી સામે પહોંચી વળવા માટે મેયરે પ્રમુખ પાસે એક અબજ ડોલરની આર્થિક સહાયની માગણી કરી હતી. દક્ષિણના રાજ્યોમાંથી શરણાર્થીઓ મોટી સંખ્યામાં ન્યૂયોર્કમાં આવી રહ્યા છે. શહેરના આશ્રયગૃહોમાં શરણાર્થીઓ વધી જતાં તેને મેયરે કટોકટીની સ્થિતિ ગણાવી હતી. એરિક એડમ્સે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું હતું કે દરરોજ પાંચથી છ બસો ભરાઈને શરણાર્થીઓ ન્યૂયોર્ક શહેરમાં આવી રહ્યા છે. આ પરિસ્થિતિ સપ્ટેમ્બર મહિનાથી શરૂ થઈ છે. જો આ પ્રવાહ અટકાવવામાં આવશે નહીં તો શહેરમાં તંગદિલી પણ થઈ શકે છે. શહેરમાં ઈમરજન્સીની સ્થિતિ માટે 42 આશ્રયગૃહો છે, એ તમામ અત્યારે શરણાર્થીઓના કારણે ભરાઈ ચૂક્યા છે. મેયરે ચિંતા વ્યક્ત કરી હતી કે જો આ સ્થિતિને કાબૂમાં લેવામાં આવશે નહીં તો વર્ષના અંત સુધીમાં એક લાખ શરણાર્થીઓ શહેરમાં આવી ચૂક્યા હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular