Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં ફેરફાર

મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ખાસ ઝુંબેશ દિવસની તારીખોમાં ફેરફાર

તા.04/11/2023 ના બદલે તા.26/11/2023 અને તા.2/12/2023 ના બદલે તા.09/12/2023 ના રોજ યોજાશે ખાસ ઝુંબેશ દિવસ : તા.05/11/2023 અને તા.3/12/2023 ના દિવસોએ ખાસ ઝુંબેશ યથાવત રહેશે

- Advertisement -

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મહત્તમ મતદારો સહભાગી થાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તા.01લી જાન્યુઆરી, 2024ના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર મતદારોનો સમાવેશ કરવા અને ક્ષતિરહિત અદ્યતન મતદાર યાદી તૈયાર કરવા માટે ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -

રાજ્યભરમાં ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન ખાસ ઝૂંબેશ દિવસ તરીકે અગાઉ નિયત કરવામાં આવેલી તા.04/11/2023 અને તા.02/12/2023 એમ બે તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભારતના ચૂંટણી પંચની સુચના અનુસાર હવે તા.04/11/2023ના બદલે તા.26/11/2023 તથા તા.02/12/2023ના બદલે તા.09/12/2023 ને ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવ્યો છે. આ સાથે જ ખાસ ઝૂંબેશ દિવસ તરીકે નિયત કરવામાં આવેલા તા.05/11/2023 અને તા.03/12/2023 ના દિવસોએ ખાસ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે. આ દિવસે બૂથ લેવલ ઑફિસર્સ સવારે 10:00થી સાંજે 05:00 વાગ્યા દરમિયાન સંબંધિત બૂથ પર હાજર રહેશે અને નાગરિકોને રૂબરૂ જોવા માટે મતદારયાદી ઉપલબ્ધ કરાવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાત્રતા ધરાવતા યુવાનો અને તેનાથી વધુ વયજૂથ ધરાવતા નાગરિકો મતદાર યાદીમાં નામ નોંધાવવા અંગે તથા મતદાર યાદીમાં નામ દાખલ કરવા, સુધારો કરાવવા કે કમી કરાવવા ચૂંટણી પંચના ટજ્ઞયિિં ઇંયહાહશક્ષય આા અને ટજઙ ઉપર ઑનલાઈન ફોર્મ ભરી શકાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular