દ્વારકાના જગતમંદિર ખાતે આગામી ગુરૂવાર તારીખ 26 જાન્યુઆરીના રોજ વસંત પંચમીનો પર્વ હોવાથી મંદિરમાં શ્રીજીના દર્શન ઉત્સવનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત સવારે મંગળા આરતી સહિતના દર્શન નિત્યક્રમ મુજબ થશે. બપોરે બે વાગ્યે ઉત્સવ આરતી તથા બે થી ત્રણ દરમિયાન વસંત પંચમી ઉત્સવના દર્શન થશે. જ્યારે બપોરે ત્રણ થી પાંચ વાગ્યા સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. સાંજના દર્શન પણ નિત્યક્રમ મુજબ થશે.