પાકિસ્તાન અવારનવાર ચર્ચાના વિષયમાં રહ્યું છે, હાલના સમયમાં પાકિસ્તાનનું અર્થતંત્ર દેવામાં ગરકાવ છે અને કપરી સ્થિતિનો સામનો કરી રહ્યું છે. અનેક દેશો પાસે મદદની આશાએ પાકિસ્તાન પહોચ્યું છે પરંતુ હજુ તેને મદદ મળી નથી. ત્યારે હવે સરકારે ઘરમેળે જ ક્યાંક બચત અને કાપ મુકવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં પ્રજા પર તો મોંઘવારી અને વેરાનું ભારણ આપી ચુકેલી સરકાર પાસે હવે મંત્રીઓના પગારમાં કાપ મુકવાનો રસ્તો બાકી રહ્યો છે.
પાકિસ્તાની રૂપિયાને બચાવવા માટે વડાપ્રધાન શાહબાઝે તેમના મંત્રીઓને લાઈફ સ્ટાઇલમાં ફેરફાર કરવા કહ્યું. આશરે 200 બિલીયન જેટલા રૂપિયાની બચત કરવા મંત્રીઓએ પગાર લેવાનું બંધ કરવું જોઈએ અને સામાન્ય માણસની જેમ જીવવાનું શરુ કરવું જોઈએ તેમ કહ્યું છે.
સ્ટેટ બેંકનો વિદેશી મુદ્રા ભંડાર ત્રણ સપ્તાહના આયાત કવરની નીચે ગગડી ગયો છે અને ફુગાવાની સ્થિતિ પણ ભયજનક સ્તરે છે ત્યારે PM શાહબાઝ દ્વારા લેવાતા અ નિર્ણયોથી લાંબાગાળે ફાયદાની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે અમુક નિર્ણયો જેવાકે સભ્યોના પગારમાં કાપ, સુરક્ષા વાહનો, મળતા અન્ય ભથ્થા અને વિશેષ અધિકારોને છોડવાની જોગવાઈ કરાઈ છે એક વર્ષથી વધુ સમય માટે વિલાસતાની વસ્તુઓ અને સતાવાર વાહનોની આયાત પર બેન, ઓછા વિદેશ પ્રવાસ, કેબીનેટ સભ્યો માટે ફાઈવસ્ટાર હોટેલોમાં રોકાવા પર રોક લાગશે.
દેશની દયનીય હાલત વચ્ચે વડાપ્રધાન શાહબાઝ દ્વારા લેવાતા આ મહત્વપૂર્ણ નિર્ણયોથી લોકોને અહેસાસ થશે કે સરકાર તેમની પીડા અને તકલીફો સમજી રહી છે.