Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરVideo : જામ્યુકો-વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

Video : જામ્યુકો-વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 5 જૂન 2023 “વિશ્ર્વપર્યાવરણ દિન” નિમિત્તે વોર્ડ નંબર 11 ખાતે શહેર કક્ષાના કાર્યક્રમનું મેયર, ધારાસભ્યની ઉપસ્થિતિમાં આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા તથા વન વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે 5 જૂન 2023 ના રોજ વિશ્ર્વ પર્યાવરણ દિન નિમિત્તે વોર્ડ નંબર 11 , 84 ટીપી સ્કીમ નંબર 2 “જાડા” પ્લોટ માં શહેર મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ તથા વિનામૂલ્ય રોપા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્લોટ ખાતે કુલ 10,000 જુદી જુદી જાતના રોપાઓનું વાવેતર કરવાનું હોય જેની શરૂઆત આજરોજ ઉપસ્થિત મેયર/ ધારાસભ્યના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું તથા શહેરીજનોને વિનામૂલ્યે વૃક્ષના રોપાનું વિતરણ કરાયું હતું. ઉપરાંત શહેરના કુલ 13 જેટલા સ્થળોએ સવારથી સાંજ સુધી વિનામૂલ્યે વૃક્ષના રોપાનું વિતરણ કરાશે.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી એ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર વૃક્ષોના જતન માટે સતત પ્રયત્નશીલ છે, આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ કેન્દ્ર સરકારના આદેશ અનુસાર અહીં આપણે દસ હજાર વૃક્ષોનું વાવેતર કરવાના છીએ લોકો પોતાની સામાજિક જવાબદારી સમજી અને વૃક્ષોનું નિકંદન કરવું જોઈએ નહીં, તેમજ દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તે જરૂરી છે કોરોના કાળમાં આપણે ઓક્સિજનનું મહત્વ સમજ્યા છીએ, આથી શહેર વિસ્તારમાં પણ વિવિધ જગ્યાઓ પર પીપળા અને વડલાના વૃક્ષોનું વાવેતર કરી જેથી કુદરતી ઓક્સિજન શહેરીજનોને મળી મળી રહે તેની કાળજી રાખવી જોઈએ.

- Advertisement -

આ કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી આપણે શા માટે કરીએ છીએ તેનું મહત્વ સમજવું જરૂરી છે, ગ્લોબલ કક્ષાએ આજે અનેક સમસ્યાઓ સર્જાય છે સામાન્ય નાગરિક તરીકે આપણે સેલ્ફ ડિસિપ્લિનમાં રહીએ અને “ઇકો સિસ્ટમ રિસ્ટોરેશન” નું સતત ધ્યાન રાખીએ પ્લાસ્ટિક નો ઉપયોગ ટાળવો જોઈએ, લોકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતતા આવે અને પર્યાવરણનું જતન કરવા માટે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે અને તેનું જતન કરે તેઓએ પોતાના વક્તવ્યમાં ‘અશોક સમ્રાટના’ શિલાલેખનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું, કે ગિરનારમાં લખાયેલા આ શિલાલેખમાં પણ પર્યાવરણને બચાવવાની વાત કરવામાં આવી છે, જાહેર જનતાને યુવાનોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પુસ્તક “ક્લીઅન્ટ એક્સચેન્જ” પુસ્તક વાંચવા નું જણાવ્યું હતું, બિન પરંપરાગત ઊર્જાના સ્ત્રોતો નો ઉપયોગ કરવા શહેરીજનોને આહવાન કર્યું હતું સૌર ઊર્જામાં પાટણ પ્રથમ ક્રમાંક કે છે તે જ રીતે જામનગર પણ આગામી સમયમાં પવનચક્કી અને અન્ય બિનપરંપરાગત સ્ત્રોત થકી સૌર ઉર્જા ઉત્પન્ન કરે અને પર્યાવરણ પ્રત્યે નાગરિકો જાગૃત બને તે સહિતની વાતો વર્ણવી હતી.

આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે આજે આપણે પર્યાવરણ બચાવવા માટે વિશ્ર્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવી પડે છે તે એક નિરાશાજનક બાબત કહી શકાય છે, આપણી આવતી પેઢી માટે આજે આપણે કાર્ય કરવું પડશે આવનારા પાંચ વર્ષમાં જામનગર પણ ગ્રીન ગ્રોથમાં પ્રથમ નંબરે આવે તેવી અપેક્ષા રાખું છું, જામનગર સીટી ને હરિયાળું બનાવવા માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે એ સપનું સાકાર કરીએ ગ્રીન ગુજરાત અને ગ્રીન જામનગર બનાવીએ વૃક્ષોનું વધુને વધુ વાવેતર કરીએ એક વ્યક્તિ એક વૃક્ષનું જતન કરે શરૂઆતના સમયમાં એક વર્ષ સુધી સતત વૃક્ષનું જતન કરવું ત્યાર પછી પાંચ વર્ષ માટે વૃક્ષનું જતન કરવું તેમજ લુપ્ત થતા વૃક્ષોની જાળવણી કરી ઘરની આસપાસ આપણે સૌ એવા વૃક્ષોનું વાવેતર કરીએ ગ્રીન ગ્રોથમાં આજે જામનગર 6.5 માં ક્રમાંકે છે તેની સરાહના કરી હતી. આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ ચેરમેન મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, ગાર્ડન સમિતિના ચેર પર્સન ડિમ્પલબેન રાવલ, કમિશનર ડી. એન. મોદી, નાયબ કમિશનર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર કોમલબેન પટેલ, મુકેશભાઈ વરણવા (ટેક્સ), વન વિભાગના નાયબ સંરક્ષણ હર્ષાબેન પંપાણિયા, રામકૃષ્ણ મિશનના સચીનભાઈ વ્યાસ, કોર્પોરેટર ક્રિષ્નાબેન સોઢા, સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ અને બહોળા પ્રમાણમાં શહેરીજનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular