ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં શનિવારથી ઇન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંઘ-રાજકોટના ઉપક્રમે જનકલ્યાણ હોલ, અમીન માર્ગ ખાતે ડુંગર દરબારમાં પર્યુષણ પ્રવચનધારાનું લાઇવ પ્રસારણનું આયોજન તા. 4 થી 11 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યાથી સમુહ ભક્તામર અને 9:30 થી 11 વાગ્યા દરમિયાન કરાયું છે.
સ્થાનકવાસી સમાજના પર્યુષણમાં શનિવાર, ચોથી સપ્ટે. ‘લિટ ધ લેમ્પ ઓફ રિલિજન’, પાંચમીએ લિટલ ધ લેમ્પ ઓફ નાનો-વાયલેન્સ, છઠ્ઠીએ લિટલ ધ લેમ્પ ઓફ નોલેજ, સાતમીએ લિટ ધ લેમ્પ ઓફ ડોનેશન, આઠમીએ લોડ મહાવીર, નવમીએ લિટ ધ લેમ્પ ઓફ ડિવોશન, દસમીએ લિટ ધ લેમ્પ ઓફ મર્સી, 11મીએ લિટ ધ લેમ્પ ઓફ ફરગિવનેસ અને 11મીએ સંવત્સરીએ બપોરે 2:30 થી સાંજે 4 વાગ્યા દરમિયાન સેલ્ફ-રિફાઇનીંગ પ્રોસેસ (આલોયણા) વિષય પર પ્રવચન યોજાશે. પર્યૂષણના સંઘરત્ન શાસનદીપક પૂ. ગુરુદેવ નરેન્દ્રમુનિ મ.સા. તથા પૂ. જય-વિજયાજી મ.સ.ની સ્મૃતિમાં બીનાબેન અજયભાઇ શેઠ (સાયન) લાભાર્થી બન્યા છે. જ્યારે પ્રવચનધારા-સમોસરણનો જડાવબેન નરભેરામ અને પ્રફુલભાઇ લાધાણીની સ્મૃતિમાં શોભના ભૂપેન્દ્ર લાધાણી પરિવારે લાભ લીધો છે.
જ્યારે બપોરે 3:30 થી 4:30 કલાકે ઇન્દ્રપ્રસ્થનગર ઉપાશ્રય જ્ઞાનવર્ધક સ્પર્ધામાં તા. 4ના સાધુવંદનાની સંગાણે, તા. 5ના કુછ કમ કરો, કુછ બઢાવો, તા. 6ના ગરબડ ગેઇમ, તા. 7ના સૂર સંગીત, તા. 8ના લક બાય ચાન્સ, તા. 9ના ગુરુવારે મહિલા જ્ઞાન શિબિર, તા. 10ના સામાયિક પ્રશ્ર્નમંચ યોજાશે. સાંજે 6:45 કલાકે ભાઇ-બહેનો માટે પ્રતિક્રમણનું ઉપરના હોલમાં આયોજન કરાયું છે.
પૂ. ધીરગુરુદેવ પ્રેરિત શ્રાવક જીવન ઉપયોગી 11 જૈનાગમ તેમજ જૈન રામાયણ, મહાભારત, તત્વજ્ઞાન વગેરે સંબંધી પુસ્તકો તેમજ નવકાર, માંગલિક ફ્રેમ, મળી શકશે. શાસનપ્રગતિ માસિકનું લવાજમ ભરી શકાશે. વધુ વિગત માટે મો. 80000 19075નો સંપર્ક કરવો.