જામનગરમાં નંદનવન સોસાયટી, જોશી કલાસીસ નજીક, રણજીતસાગર રોડ પર આવેલ અથર્વ ડેન્ટલ કેર કેન્દ્રની પ્રથમ વર્ષ ગાંઠના ઉપક્રમે ડો. ખુશ્બુ એમ. સુરેલિયા અને ડો. હાર્દિક એમ. સુરેલિયા દ્વારા દાંતના ફ્રી તપાસ કેમ્પ આયોજિત કરાયા હતાં. પ્રથમ કેમ્પ તા.16ના નવાપરા કુમાર શાળા, શેખપાટ મુકામે સરપંચ કાંતિભાઈ કણજારિયાની અધ્યક્ષતામાં, બીજો કેમ્પ તા.17ના રોજ કમિટી હોલ, વડપાંચસરા મુકામે સરપંચ સુખદેવસિંહ જાડેજાની ખાસ ઉપસ્થિતિમાં તથા ત્રીજો કેમ્પ તા.19ના રોજ પરમહંસ યોગાનંદ પ્રાથમિક શાળા, ધુંવાવ મુકામે સરપંચ કાનજીભાઈ પરમારની અધ્યક્ષતામાં યોજાયો હતો.
ગૌ.વા. કરશનભાઈ ધનજીભાઈ સુરેલિયા તથા ગૌ.વા. પ્રેમકુંવરબેન કરશનભાઇ સુરેલિયાના સ્મરણાર્થે ઉપરોકત ગ્રામ પંચાયતોના સહયોગથી યોજાયેલ કેમ્પમાં ડો. હાર્દિક સુરેલિયાએ પોતાનો સમય અને સેવા આપી, લોકોની દાંત તથા પેઢાની પ્રાથમિક તપાસ કરી, લોકોને પૂરતુ માર્ગદર્શન આપ્યું અને દર્દીના સવાલોના નિરાકરણ પણ આપ્યા હતાં.
દરેક કેમ્પ પોતાની રીતે વિશેષ રહ્યો. ગ્રામજનોએ સરપંચના માર્ગદર્શન અનુસાર કેમ્પના કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને ઘણી મોટી સંખ્યામાં આ કેમ્પમાં લોકોએ ભાગ લીધો હતો અને સફળ બનાવ્યો હતો. અથર્વ ડેન્ટલ કેરનો આગામી કેમ્પ તા.26ના રોજ ગુર્જર સુતાર જ્ઞાતિ-વિશ્ર્વકર્મા બાગ, ખંભળિયા ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી રહેશે. જેનો લાભ લેવા અથર્વ ડેન્ટલ કેર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ કેમ્પનો લાભ લેનાર દરેક દર્દીને ક્લિનિક એડ્રેસ ઉપર સારવાર અને રાહત 50 ટકા ડિસ્કાઉન્ટ દાંત કઢાવવા ઉપર અને 20 ટકા ડિસ્કાઉન્ટ દાંત તથા પેઢાની સફાઇ ઉપર તા.16/12/2021 થી તા.15/01/2022 સુધી આપવામાં આવશે. વધુ વિગત માટે મો. 94096 12727નો સંપર્ક કરવો.