જામનગરના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના જન્મદિવસની સાથી ગ્રુપ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે જુદા જુદા સામાજિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતાં.
જે અંતર્ગત બહેનોને વિધવા સહાય, વ્હાલી દિકરી યોજના, વૃધ્ધ પેન્શન, માઁ અમૃતમ કાર્ડ જેવી યોજનાઓના ફોર્મ ભરીને મદદ કરવામાં આવી હતી. તેમજ આર્થિક રીતે નબળી બહેનોને ગેસના ચુલા આપવામાં આવ્યા હતાં. હમસાથી ગ્રુપ દ્વારા રિવાબાને જન્મદિવસની સામાજિક કાર્યો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી.