Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયકાળનો પણ કાળ ‘મહાકાલ’

કાળનો પણ કાળ ‘મહાકાલ’

- Advertisement -

સમગ્ર દેશમાં શિવ-પાર્વતીના વિવાહ ઉત્સવ મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. તમામ જ્યોતિર્લિંગો અને મોટાં શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જામી છે. મહાકાલ-કાશીમાં અત્યાર સુધીમાં 3-3 લાખ શ્રદ્ધાળુએ દર્શન કર્યા છે. કાશીના વિશ્ર્વનાથ મંદિરમાં બાબાનાં દર્શન કરવા માટે ભક્તો આખી રાત લાઈનમાં ઊભા હતા. વારાણસી પોલીસનો દાવો છે કે સવારે 6 વાગ્યા સુધીમાં 2 લાખ ભક્તોએ દર્શન કર્યા હતા. આવી જ સ્થિતિ ઉજ્જૈનમાં મહાકાલની પણ છે. અહીં પણ સવારે 6 વાગ્યા સુધીમાં 35 હજાર જેટલા ભક્તોએ દર્શન કર્યા હતા.આજે સવારે 3 વાગ્યે મહાકાલ મંદિરનાં દ્વાર એક કલાક વહેલા ખોલવામાં આવ્યાં હતાં. સામાન્ય રીતે એનાં દ્વાર સવારે 4 વાગ્યે ખૂલે છે. દ્વાર ખોલ્યાં પછી સવારે 4થી 5 વાગ્યા સુધી ભસ્મઆરતી થઈ હતી. જેમણે પાસ મેળવ્યા હતા તેમણે ગર્ભગૃહ પાસેના ગણેશમંડપમાં બેસી ભસ્મ આરતીનાં દર્શન કર્યા હતા, જ્યારે સામાન્ય ભક્તોએ પણ કાર્તિકમંડપથી ભસ્મ આરતીનાં દર્શન કર્યા હતા. સવારે 6.30 વાગ્યા સુધી 35 હજાર ભક્તોએ મહાકાલનાં દર્શન કર્યા છે. મહાકાલમાં 19 ફેબ્રુઆરીની રાત સુધી ગર્ભગૃહના દરવાજા ખુલ્લા રહેશે. આ રીતે ભક્તો સતત 44 કલાક અહીં દર્શન કરી શકશે. શિવરાત્રિના બીજા દિવસે એટલે કે 19 ફેબ્રુઆરીએ સવારે 11 વાગે મહાકાલનો સાફો ઉતારવામાં આવશે. તેમના સોનાના દાગીના લોકરમાં રાખીને સીલ કરવામાં આવશે. બપોરે 12 વાગ્યાથી ભસ્મ આરતી થશે, જેનું આયોજન વર્ષમાં માત્ર એક જ વાર કરવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular