Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં 'એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ'ની ઉજવણી

જી.જી. હોસ્પિટલમાં ‘એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ’ની ઉજવણી

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગત તા. ૧૯ ડિસેમ્બરના રોજ ‘એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ’ની ઉજવણી કરવામાં આવી હતી. જી.જી. હોસ્પિટલ વોર્ડના વડાઓ, રેસિડન્ટ્સ, સ્ટાફ નર્સ દ્વારા દર્દીઓને ‘એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ અવેરનેસ પ્રોગ્રામ’ અંગે સમજણ તેમજ તબીબી સૂચનો આપી શકાય તે માટે પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.

- Advertisement -

વિશ્વ સ્તરે પ્રખ્યાત સંસ્થા ‘WHO’ દ્વારા આરોગ્યલક્ષી અભિગમ અપનાવી એન્ટિબાયોટિકસની અસરકારકતા જાળવવા માટે મનુષ્યો અને પ્રાણીઓમાં એન્ટિબાયોટિકસના ઉપયોગ માટે ઓપ્ટિમાઇઝેશન પ્રોસેસને સમર્થન આપે છે. જો કે, અમુક કિસ્સામાં એન્ટિબાયોટિકસ બિન-અસરકારક બની રહી છે.તેના કારણો જોઈએ તો દર્દીઓને વધુ પ્રમાણમાં એન્ટિબાયોટિકસ આપવી, દર્દી જો વચ્ચેથી સારવાર લેવાનું બંધ કરી દે, હોસ્પિટલોમાં સ્વચ્છતાનો અભાવ, ચેપ નિયંત્રણમાં અભાવ, પશુ અને માછલી ઉછેરમાં વધુ પડતો એન્ટિબાયોટિકસનો ઉપયોગ, પૂરતા પ્રમાણમાં નવી એન્ટિબાયોટિકસ તૈયાર ન થવી, તબીબની સલાહ વગર દવાઓ લેવી- આ વિષય પર હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં ડીન ડો. નંદિની દેસાઈ, ઇન્ચાર્જ સુપ્રીટેન્ડેન્ટ ડો. મનીષ મહેતા તેમજ ફાર્મોકોલોજી વિભાગીય વડા  ડો. એચ.આર. ત્રિવેદી દ્વારા હોસ્પિટલના વડાઓની મુલાકાત, ઓ.પી.ડી. વિઝીટ અને દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહાયક પ્રાધ્યાપક  ડો. જે. ડી. બલાટ, મદદનીશ પ્રાધ્યાપક  ડો. ટી. આર. ગોસાઈ,  ડો. એ.જી. સુખલેખા,  ડો. મનીષ કલસરિયા,  ડો. દિપક વૈષ્ણવ,  ડો. દીપેશ નારિયા,  ડો. અક્ષય પરમાર,  ડો. અંજલી ભાવસાર, લેબ ટેક્નિશિયન  નરેન્દ્રભાઈ,  સપનાબેન તેમજ હોસ્પિટલના અન્ય વિભાગના સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular