ચીન, હોંગકોંગ, સિંગાપોર બાદ ભારતમાં પણ કેટલાંક રાજ્યોમાં કોરોના કેસ મળી આવ્યા છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં પણ કોરોના શરૂ થયો હોય, જામનગરમાં પણ કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો છે. પંચવટી વિસ્તારમાં રહેતા યુવાનને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યો છે.
કોરોના મહામારીએ વિશ્ર્વને હંફાવ્યાના દિવસો હજૂ ભૂલાયા નથી. ત્યાં ફરી કોરોનાએ માથું ઉંચકયું છે. લાગે છે કે, બીજા રોગોની જેમ કોરોના પણ સામાન્ય રોગોમાં કાયમી સ્થાન મેળવી રહ્યું હોય તેવું લાગે છે. ફરી વિશ્ર્વમાં એશિયાના કેટલાંક દેશોમાં કોવિડ-19 ચેપના કેસ વધી રહ્યાં છે. જેને લઇને આરોગ્ય વિભાગ સતર્ક બની ગયું છે. ત્યારે ચેન્નાઇ, મુંબઇ અને અમદાવાદ શહેરોમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. તો બીજી તરફ કોરોનાએ જામનગરમાં એન્ટ્રી લઇ લીધી છે. ગુજરાતના વિવિધ શહેરોમાં એક પછી એક કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. જામનગરમાં પણ પ્રથમ કેસ નોંધાયો છે.
પંચવટી વિસ્તારમાં રહેતા 37 વર્ષીય બહારગામથી આવેલા યુવાનને તાવ, શરદી અને કફના લક્ષણો જણાતા કોવિડનો રીપોર્ટ કરાવાયો હતો. ત્યારે પંચવટી વિસ્તારમાં રહેતા આ યુવાનને હોમ ક્વોરોન્ટાઇન કરાયો છે.
ઉલ્લેખનિય છે કે, જામનગરમાં કોરોનાને લઇને સરકારી હોસ્પિટલો અને તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ છે. ત્યારે લોકોએ પણ સતર્ક રહીને સાવધાની દાખવવી જરૂરી છે. કોઇપણ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોકટરનો સંપર્ક કરવો તેમજ માસ્ક અને સેનેટાઇઝરનો અને સોશિયલ ડિસ્ટન્સ પાળવું જરૂરી છે.


