જામજોધપુર નજીક બાલવા ફાટકથી એલસીબીની ટીમે મળેલી બાતમીના આધારે રીક્ષાચાલકને આંતરીને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી જામજોધપુર પોલીસને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામજોધપુરના બાલવા રોડ પરથી દેશી દારૂના જથ્થા સાથે શખ્સ પસાર થવાનો એલસીબીના રાકેશ ચૌહાણ, ઘનશ્યામ ડેરવાડિયાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે રેઈડ દરમિયાન વોચ ગોઠવી માર્કેટીંગ યાર્ડ પાસેથી પસાર થતા જીજે-10-બીટી-9782 નંબરની છકડારીક્ષાને આંતરીને તલાસી લેતા તેમાંથી રૂા.9400 ની કિંમતનો 470 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા એલસીબીએ ભાયા લાખા હુણ (રહે. મેલાણ, જામજોધપુર) નામના શખ્સની ધરપકડ કરી રૂા.50 હજારની કિંમતની રીક્ષા અને દારૂનો જથ્થો મળી કુલ રૂા.59,400 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ દારૂનો જથ્થો ભાણવડના પાલા વેલા રબારી દ્વારા સપ્લાય કર્યો હોવાનું તથા મેલાણના ભોજા લાખા હુણ નામના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા એલસીબીએ ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.