જામનગર શહેરમાં મોટાં ભાગના જાહેર માર્ગો પર રખડતાં-ભટકતાં અબોલ પશુઓ અડિંગો જમાવીને બેસે છે. વર્ષોથી રહેલી આ સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાએ 30 રોજમદારો દ્વારા માર્ગો પર રહેલાં પશુઓને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેમ છતાં શહેરના રામેશ્વરનગર ચોકમાં વર્ષોથી અબોલ પશુઓનો અડિંગો રહેલો છે અને મંગળવારે ‘ખબર ગુજરાત’ દ્વારા રામેશ્વરનગર ચોકના અબોલ પશુઓના જમાવડાના સમાચારો પ્રસિધ્ધ કરાતા મહાનગરપાલિકા દ્વારા આજે રામેશ્વરનગર ચોકમાં રોજમદારોને જવાબદારી સોંપવામાં આવી હતી.