જામનગર શહેરમાં આવેલી નેશનલ સોસાયટીમાં યુવાનને ત્રણ શખ્સોએ બાઇક પર લઇ જઇ ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા પહોંચાડી 7000ની રોકડ બળજબરી પૂર્વક કઢાવી લીધાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં રહેતો અજય રમેશભાઇ દાઉદ્રા (ઉ.વ.27) નામના યુવાનના મિત્ર વિવેકને સલીમના મિત્ર મનસુખભાઇ સાથે અગાઉ ઝઘડો થયાનો ખાર રાખી વિવેક સાથે ફરતા અજય દાઉદ્રાને ગત તા.25ના રોજ સાંજના સમયે માસુમ માકડીયાએ તેના મિત્ર અજય પાસે આવીને પ્રશાંત તથા સલીમને તારૂ કામ છે તેમ કહીને નેશનલ સોસાયટીમાં લઇ ગયો હતો જ્યાં સલીમ સુમરા, પ્રશાંત ઉર્ફે ટકો ડાંગર અને માસુમ માકડીયા નામના ત્રણેય શખ્સોએ વિવેકને બોલાવવાનું કહેતા અજયે ના પાડી હતી જેથી ત્રણેય શખ્સોએ અજયને ઢીકાપાટુનો માર મારી ગાળો કાઢી તેની પાસે રહેલા 7000 રૂપિયા બળજબરી પૂર્વક પડાવી લીધા હતા.ં હે.કો. વાય.એન. સોઢા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


