જામનગર શહેરના રાંદલનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધા રીક્ષામાં બેસીને જતાં હતાં તે દરમિયાન રીક્ષાચાલકે વૃદ્ધાનો મોબાઇલ ફોન અને રોકડ રકમ ભરેલું પાકીટ ચોરી કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રાંદલનગર વિસ્તારમાં આવેલ ભોળેશ્ર્વર સોસાયટીમાં રહેતાં જયાબા ટપુભા જાડેજા (ઉ.વ.67) નામના વૃધ્ધા ગત તા.4 ના રોજ બપોરના સમયે અજાણી રીક્ષામાં બેસીને જતાં હતાં તે દરમિયાન વિકાસ ગૃહ રોડ પર નળ અને વાયર લેવા દુકાને ગયા હતાં. તે દરમિયાન રીક્ષામાં રાખેલી થેલીમાં એક હજારની કિંમતનો સાદો ફોન તથા કોફી કલરના પાકીટમાં રાખેલું પાંચ હજારની કિંમતની રોકડ રકમ મળી કુલ રૂ.6 હજારનો મુદ્ામાલ રીક્ષાચાલકે ચોરી કરી લીધો હતો આ અંગેની વૃધ્ધાની ફરિયાદના આધારે હેકો વાય.બી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી તપાસ આરંભી હતી.