દેવભુમિ દ્વારકા જિલ્લાનાં રૂપેણ બંદર નજીક આજે મોટરકારનાં ડ્રાઇવરે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.
પુલ નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવતા મોટરકાર ડિવાઇડર ઉપર ચડી ગઇ હતી. મોટરકારમાં બે વ્યક્તિઓ સવાર હોય તેને સામાન્ય ઇજાઓ પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો.