Thursday, March 27, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં જેટકો એપ્રેન્ટીસ લાઈનમેનની ભરતીમાં ઉમેદવારોનો હોબાળો

જામનગરમાં જેટકો એપ્રેન્ટીસ લાઈનમેનની ભરતીમાં ઉમેદવારોનો હોબાળો

માત્ર ત્રણ જિલ્લાના ઉમેદવારોને બોલાવ્યા હોવાનું જણાવતા જેટકોના અધિકારીઓ : જ્યારે ભરતી જાહેરાતમાં કોઇ ઉલ્લેખ ન હોવાનું જણાવતા ઉમેદવારો

જામનગરમાં સાત રસ્તા નજીક આવેલ જેટકો કચેરી ખાતે આજે સવારે જેટકો એપ્રેન્ટીસ લાઈનમેનની ભરતી દરમિયાન ઉમેદવારોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં માત્ર ત્રણ જિલ્લાના ઉમેદવારોને બોલાવ્યા હોય. પરંતુ અન્ય જિલ્લાના ઉમેદવારો પણ ઉમટતા હોબાળો મચ્યો હતો.

- Advertisement -

જામનગરમાં જેટકો એપ્રેન્ટીસ લાઈનમેનની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉમેદવારો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. આ દરમિયાન ઉમેદવારો એ હોબાળો મચાવતા વાતાવરણ ગરમાવ્યું હતું. જેમાં માત્ર ત્રણ જિલ્લાના ઉમેદવારોને બોલાવ્યા હતાં. વધુ ઉમેદવારો આવતા હોબળો મચ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે જેટકોના અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા માત્ર જામનગર દ્વારકા સહિત ત્રણ જિલ્લાના ઉમેદવારોને જ બોલાવ્યા હતાં જ્યારે ઉમેદવારો એવું જણાવી રહ્યા હતાં કે ભરતીની જાહેરાતમાં કયાંય ત્રણ જિલ્લાનો ઉલ્લેખ જ નથી. જેટકો દ્વારા ત્રણ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી આવેલા ઉમેદવારોને સ્વખર્ચે પરત જવાનું કહેતા ઉમેદવારો રોષે ભરાયા હતાં.

આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા 400 થી વધુ ઉમેદવારો ઉમટી પડયા હતાં. રાજ્યભરમાંથી ઉમેદવારો ભરતી પ્રક્રિયા માટે પહોંચ્યા હોય. ત્રણ જિલ્લા સિવાયના ઉમેદવારોને પરત ફરવાનું જેટકો દ્વારા જણાવાતા ઉમેદવારોમાં રોષ ફેલાયો હતો. અને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular