Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બારાડી-બેરાજાને જોડતા બ્રિજનું લોકાર્પણ

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બારાડી-બેરાજાને જોડતા બ્રિજનું લોકાર્પણ

''રૂ.4 કરોડના ખર્ચે બંધાયેલા બ્રિજથી ચોમાસામાં ગ્રામજનોને અવર-જવર કરવામાં મુશ્કેલી પડશે નહિ:'' કેબિનેટમંત્રી

- Advertisement -

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે બારાડી અને બેરાજા ગામોને જોડતા નવનિર્મિત બ્રિજનું લોકાર્પર્ણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ.4 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ બ્રીજથી જોડીયા તાલુકાના બારાડી ગામ અને જામનગર તાલુકાના બેરાજા ગામ વચ્ચે પરિવહન સરળ બન્યું છે. આ બ્રિજની લંબાઈ 12 મીટર જેટલી છે, અને તેમાં 10 ગાળા બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે, આ બ્રીજનું ખાતમુહર્ત કૃષિમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે, કૃષિમંત્રીએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, ગ્રામજનોને ચોમાસા દરમિયાન અવર-જવર કરવામાં મુશ્કેલી પડતી હતી. આ નવનિર્મિત બ્રિજ થકી નાગરિકોને પડતી મુશ્કેલીમાં ઘટાડો થયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્ય સહિત જામનગર જિલ્લાના તમામ જર્જરિત બની ચૂકેલા રસ્તાનું નવનિર્માણ કરવામાં આવી રહ્યું છે.

કાર્યક્રમની રૂપરેખા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર છૈયાભાઈએ આપી હતી. કાર્યક્રમના અંતે આભારવિધિ  અશોકભાઈએ કરી હતી. ઉક્ત સમારોહમાં, અગ્રણીઓ દલાભાઈ ગરસર,  દામજીભાઇ ચનિયારા,  મનસુખભાઇ ચભાડીયા,  વિજયભાઈ જાટિયા, આજુબાજુના ગામોમાંથી પધારેલા સામાજિક અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular