આગામી તા. 3 ઓક્ટોબરના રોજ સિક્કા નગરપાલિકાના વોર્ડ નંબર 4 ની મહિલા ઉમેદવારની ખાલી રહેલી જગ્યાની પેટા ચુંટણી યોજાનાર છે. ત્યારે પેટા ચુંટણીની તૈયારીઓ વરચે કોંગ્રેસ દ્વારા પ્રમુખ તેમજ અન્ય સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વિના ઉમેદવારની જાહેરાત કરતા પ્રમુખ સહિતના સભ્યોમાં નારાજગી થી સિક્કાના રાજકારણ માં ગરમાવો જોવા મળી રહ્યો છે.
સિક્કા નગરપાલિકામાં વોર્ડ નંબર 4 પેટા ચૂંટણી આગામી તા. 3 ઓક્ટોબર ના રોજ થનાર છે જેમાં વોર્ડ નંબર 4 ના ચૂંટાયેલા મહિલા ઉમેદવારનું અવસાન થતા તે જગ્યા ખાલી હોય તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયાની સાથે સિક્કા નગરપાલિકામાં ગરમાવો આવ્યો છે. એનસીપીના ઉમેદવાર નૂરજહાંબેન તેમજ કોંગ્રેસમાં ઉમેદવાર તરીકે હફીઝા બેન અને ભારતીય જનતા પાર્ટી ભાજપના ઉમેદવારમાં સમિના બેન ઉમેદવાર છે. કોંગ્રેસમાંથી પ્રમુખ તેમજ તેમની બોડી નાં સભ્યો એ પક્ષ સમક્ષ એક મહીલા ઉમેદવાર ની ટીકીટ માંગી હતી. જયારે પક્ષ એ પ્રમુખ તેમજ અન્ય સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વગર અન્ય મહીલાને ટીકીટની ફાળવણી કરતાં પ્રમુખ સહિત બોડીનાં સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી. નગરપાલિકામાં હાલ કોંગ્રેસનું શાસન હોય કોંગ્રેસમાં મહિલા ઉમેદવારને ટિકીટ ન મળતા એન.સી.પી. માં ઉમેદવારી કરી દેતા પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ સર્જાયો છે. ત્યારે રાજ્યકિય ક્ષેત્રે કોના નસીબ ચમક આપે છે તેતો મતદાર પ્રજા નક્કી કરશે હાલ પેટા ચૂંટણી ભરચોમાસે રાજકીય ક્ષેત્રે ગરમાવો લાવી છે.
સિક્કા નગરપાલિકાના વોર્ડ નં.4ની પેટા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ
કોંગ્રેસ દ્વારા પ્રમુખ તેમજ અન્ય સભ્યોને વિશ્ર્વાસમાં લીધા વિના ઉમેદવારની જાહેરાત કરતા સિક્કાના રાજકારણમાં ગરમાવો