Wednesday, April 2, 2025
Homeરાજ્યજામનગર‘ચકલા કોઇ...દી બાજ ના બને’ કહી ધંધાર્થીને આપી ધમકી

‘ચકલા કોઇ…દી બાજ ના બને’ કહી ધંધાર્થીને આપી ધમકી

જામનગરમાં ગેલેરિયા કોમ્પલેક્ષના પાંચ ધંધાર્થીઓને એક શખ્સ દ્વારા ધમકી : પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ તપાસ

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલ ગેલેરીયા કોમ્પલેક્ષ નજીક પાંચ જેટલા ખાણીપીણીના ધંધાર્થીઓને ધમકી આપવા અંગે જલારામનગરમાં રહેતાં એક શખ્સ વિરૂધ્ધ અલગ અલગ પાંચ જેટલી ફરિયાદો નોંધવામાં આવી છે. આ અંગે પોલીસ દ્વારા ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ ફરિયાદ જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર-3 ગેલેરીયા કોમ્પલેક્ષમાં પૂનમ ઢોસા સેન્ટર નામનું રેસ્ટોરન્ટ ચલાવતા પી. રાજામનિકકમ પેરૂમલ નામના વેપારીએ જામનગર સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. 3-3-2025 ના રોજ તેઓ પોતાના રેસ્ટોરન્ટે હાજર હતાં ત્યારે સંજયસિંહ ચુડાસમા તેના રેસ્ટોરન્ટે ગયો હતો અને ફરિયાદીને કહ્યું હતું કે, તમે કેમ મને ફોન કર્યો હતો ? તમારાથી કેમ મને ફોન કરાય ? જેથી ફરિયાદીએ કહ્યું હતું કે પાણીની મોટર ચાલુ હતુ અને પાણીનો ખોટો બગાડ થતો હતો. તો મોટર બંધ કેમ નથી કરી? તેમ કહેવા ફોન કર્યો હતો. તેવું કહેતા આરોપીએ ફરિયાદીએ અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત આજ કોમ્પલેક્ષમાં પેગવીન ઢોસા સેન્ટર નામનું રેસ્ટોરન્ટ ચલાવતા વી.ડેનિયલ વરઘેસે એ સિટી બી ડીવીઝનમાં સંજયસિંહ ચુડાસમા વિરૂધ્ધ નોંધાવાયેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી સંજયસિંહ પોતાનું મોટરસાઈકલ લઇને ફરિયાદીના રેસ્ટોરન્ટ પાસે આવ્યો હતો અને ફરિયાદીને કહ્યું હતું કે, આટલુ બધું કોનું પાણી લીકેજ થઈને આવે છે જેથી ફરિયાદી એ કહ્યું કે બાજુના એપાર્ટમેન્ટમાંથી આવે છે. મારા રેસ્ટોરન્ટમાંથી નથી આવતું. તેવું કહેતા આરોપી ઉશ્કેરાઇ જઇ અપશબ્દો આપી ફરિયાદીને રેસ્ટોરન્ટ બંધ કરવાનો કહેતા ફરિયાદી રેસ્ટોરન્ટ બંધ કરી જતો હતો. ત્યારે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

ગેલેરીયા કોમ્પલેક્ષમાં ભવાની પાઉંભાજીના રેસ્ટોરન્ટ સંચાલક કેતનકુમાર રમેશચંદ્ર રાયચા એ સિટી બી ડીવીઝનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તા. 5 માર્ચના રોજ તેઓ તેના રેસ્ટોરન્ટે હાજર હતાં ત્યારે સંજયસિંહએ ફરિયાદીને કહ્યું હતું કે, તમે મારી રેંકડીની કોર્પોરેશનમાં ફરિયાદ કરી છે આથી મારી રેંકડી કોર્પોરેશનવાળા ઉપાડી ગયા છે જેથી ફરિયાદીએ મેં ફરિયાદ કરી નથી. તેવું કહેતાં આરોપીએ અપશબ્દો બોલી ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઉપરાંત ગેલેરિયા કોમ્પલેક્ષમાં સંતોષી કચ્છી દાબેલી નામનું રેસ્ટોરન્ટ ચલાવતા રાહુલભાઈ રમેશભાઈ સરવૈયા એ સિટી બી ડીવીઝનમાં સંજયસિંહ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગત તા. 26 માર્ચના રોજ આરોપી સંજયસિંહ ફરિયાદીના રેસ્ટોરન્ટ પાસે આવી ફરિયાદીને પાણીની બોટલ લઇ આવવાનું કહેતા ફરિયાદી પાણીની બોટલ લઇ આવતા આરોપીએ ફરિયાદીને કહ્યું હતું કે, ચકલા કોઇ દિવસ બાજ ન બને. તેમ કહી ફરિયાદીને જેમ ફાવે તેમ કહી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- Advertisement -

તેમજ આ કોમ્પલેક્ષમાં પંજાબી – ચાઇનીઝ રેસ્ટોરન્ટ ચલાવતા એ સિટી બી ડીવીઝનમાં સંજયસિંહ વિરૂધ્ધની ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ તા.6 માર્ચના રોજ પોતાના રેસ્ટોરન્ટે વેપાર કરતા હતાં ત્યારે આરોપી ફરિયાદીના રેસ્ટોરન્ટે આવી ફરિયાદીને કહ્યું હતું કે, મને તમારે જલ્દી પાર્સલ આપી દેવાનું. આ કોમ્પલેક્ષ મારું છે તેમ કહી આરોપીએ ફરિયાદીને અપશબ્દો બોલી જાની મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ દ્વારા પાંચેય ફરિયાદો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular