કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન મોદી વિશે કરેલ અપમાનજક નિવેદનને લઇ ભાજપામાં રોષની લાગણી છવાઈ છે. ત્યારે જામનગર ભાજપા બક્ષી પંચ મોરચા દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓબીસી અંગે અશોભનિય નિવેદન આપ્યું હતું. જેને લઇ ભાજપામાં અક્રોશની લાગણી જોવા મળી રહી છે. ત્યારે જામનગર ભાજપા બક્ષીપંચ મોરચા દ્વારા લાલ બંગલા સર્કલ ખાતે કોંગે્રસ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગર શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર મનિષભાઈ કટારીયા, જયેન્દ્રસિંહ ઝાલા, મુકેશભાઈ માતંગ, કિશનભાઈ માડમ સહિતના ભાજપાના અગ્રણીઓ – કાર્યકરો ઉપસ્થિત રહી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.