Friday, April 25, 2025
Homeરાજ્યહાલારબગધરા ગામના સીમ વિસ્તારમાં આદિવાસી યુવાનની કરપીણ હત્યા

બગધરા ગામના સીમ વિસ્તારમાં આદિવાસી યુવાનની કરપીણ હત્યા

બાઈક સામે આવી જવાની બાબતે બોલાચાલી: રબારી શખ્સે ફડાકા ઝીંકયા : મનદુ:ખ રાખી 8થી 10 શખ્સોએ યુવાનની હત્યા નિપજાવી

જામજોધપુર તાલુકાના બગધરા ગામની સીમમાં સામાન્ય બાબતે આદિવાસી યુવાનની કરપીણ હત્યા નિપજાવ્યાની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી હત્યાનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

- Advertisement -

મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સામરીયા ફળિયુ તાલુકાના ભંડારડા ગામના વતની અને હાલ જામજોધપુર તાલુકાના બગથરા ગામની સીમમાં આવેલા કરમશીભાઈ અજુડિયાના ખેતરમાં મજૂરી કામ કરતા મનિષ ગીલદાર નરગાંવે (ઉ.વ.30) નામનો આદિવાસી યુવાન તેની પત્ની સાથે ખેતમજૂરી કરતો હતો અને શનિવારે મનિષ તેના મિત્ર પ્રદિપભાઈ સાથે સાંજના સમયે બુટાવદર ગામમાં બાઈક પર હટાણુ કરવા ગયો હતો ત્યારે ચાર રસ્તા પાસે પહોંચતા સામેથી છકડો લઇને આવતા પરબત રબારીએ છકડો રીક્ષા આડી નાખતા મનિષે બ્રેક મારી હતી અને ત્યારે પરબતભાઈને વાહન સરખી રીતે ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા પરબત રબારી મનિષને જેમ ફાવે તેમ ગાળો કાઢી બે – ત્રણ ફડાકા ઝીંકી દીધા હતાં. ત્યારબાદ આ બાબતનું મનદુ:ખ રાખી પરબત પુંજા રબારી, નારણ પુંજા રબારી, રઘા દેવા રબારી અને બધા બટુક રબારી નામના ચાર શખ્સોએ એકસંપ કરી પુર્વ આયોજીત કાવતરુ રચ્યું હતું.

દરમિયાન રવિવારના વહેલીસવારના સાડા ચાર વાગ્યાના અરસામાં પરબત સહિતના 8 થી 10 જેટલા શખ્સોએ એકસંપ કરી બાઈકો પર ઘસી આવ્યા હતાં અને ખેતરમાં રહેલાં મનિષ નરગાંવે નામના યુવાન ઉપર લાડકાના ધોકા, પાવડા અને ખોદાળિયો વડે મનિષ ઉપર આડેધડ જીવલેણ હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આદિવાસી યુવાન ઉપર કરાયેલા જીવલેણ હુમલાથી તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો અને આ બનાવ અંગે મૃતકની પત્ની ભુરીબેન મનિષ નરગાંવે દ્વારા જાણ કરાતા પીઆઈ પી જી પનારા તથા સ્ટાફ તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી પોલીસે પરબત રબારી, નારણ રબારી, રઘા રબારી, બધા રબારી અને ચાર થી છ જેટલા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ પૂર્વ આયોજીત કાવતરુ રચી હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા શોધખોળ કરવા ચક્રો ગતિમાન કર્યા હતાં.

- Advertisement -

બે દિવસ પહેલાં બુટાવદર ગામમાં થયેલી સામાન્ય બાબતે આદિવાસી યુવાનને ફડાકા ઝીંકી ગાળાગાળી કરનાર શખ્સએ અન્ય શખસોની મદદથી યુવાનની હત્યા નિપજાવાનું કાવતરુ રચી 10 જેટલા શખ્સોએ હત્યા નિપજાવ્યાના બનાવમાં શેઠવડાળા પોલીસે 10 શખ્સો સામે હુમલો કરી હત્યા નિપજાવ્યાનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular