જામનગર નજીક પસાયા બેરાજા ગામના વાડી વિસ્તારમાંથી આજે સવારે એક તરૂણનો ગુપ્તભાગ કાપીને ક્રુર હત્યા નિપજાવેલો મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઇ હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મળી આવેલા તરૂણના મૃતદેહનો કબ્જો સંભાળી હત્યાનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.
હેવાનિયત : જામનગરમાં તરૂણની ક્રુર હત્યા#jamnagar #murder pic.twitter.com/WSRs62CPXe
— Khabar Gujarat (@khabargujarat) December 7, 2022
હાલમાં જ દિલ્હીમાં શ્રધ્ધા નામની યુવતીની હત્યા નિપજાવી લાશના ટૂકડા કરી ફ્રીજમાં રાખ્યા બાદ જુદાં-જુદાં સ્થળોએ ફેંકી દીધા હતાં. ઘાતકી રીતે કરાયેલી હત્યાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ ઘટના થોડા દિવસ પછી વધુ એક આવી જ એક હત્યા બની હતી. એક પછી એક બે ઘટનાએ સમગ્ર દેશવાસીઓને ડરાવી દીધા હતાં. આવી હત્યા આચરનારા હત્યારાઓની માનસિકતા કેટલી વિક્રૃત હશે ? તેની કલ્પના પણ સામાન્ય માણસ કરી શકતો નથી. તે સમજી શકાય. પરંતુ પોલીસ પણ આવી ઘટનાઓથી ચોંકી ઉઠે છે. અગાઉના સમયમાં ક્રૂર રાજાઓ દ્વારા બેહરમીપૂર્વક આવી હત્યાઓ કરવામાં આવતી હતી. પરંતુ હાલના સમયમાં આવી ઘટનાઓથી દેશવાસીઓ હચમચી જાય છે. આ તો વાત દિલ્હી જેવા મેટ્રોસિટીની થઈ રહી છે. પરંતુ, શાંત અને સમૃધ્ધ એવા ગુજરાત રાજ્યમાં પણ આવી ઘટનાઓ બનતી રહે છે.
ત્યારે જામનગર તાલુકાના પસાયા બેરાજા ગામના વાડી વિસ્તારમાં આજેસવારે એક મૃતદેહ હોવાની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબીની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળેથી આશરે 12 વર્ષના પરપ્રાંતિય તરૂણનો ગુપ્તાંગ કાપેલો મૃતદેહ કબ્જે કર્યો હતો. પોલીસ પણ તરૂણની હત્યા જોઇને ચોંકી ઉઠી હતી. પોલીસે આજુબાજુના વિસ્તારોમાં મૃતકની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસના પ્રાથમિક તારણમાં ક્રૂર હત્યામાં હત્યા નિપજાવવા પાછળનું કારણ અને હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. આ હત્યા પાછળ અનૈતિક સંબંધો કે અન્ય કોઇ કારણ જવાબદાર છે ? તે અંગે જીણવટભરી તપાસ આરંભી હતી. જામનગર જિલ્લામાં તરૂણની ક્રૂર હત્યાથી અરેરાટીની સાથે સાથે હત્યારાઓની સામે ફીટકાર વરસી રહી છે.


