Monday, January 12, 2026
Homeસમાચારરાષ્ટ્રીયPNB કૌભાંડના ભાગેડુ આરોપી નીરવ મોદીના પ્રત્યાર્પણની બ્રિટન કોર્ટની મંજૂરી

PNB કૌભાંડના ભાગેડુ આરોપી નીરવ મોદીના પ્રત્યાર્પણની બ્રિટન કોર્ટની મંજૂરી

PNB કૌભાંડના વોન્ટેડ અને હીરાનો વેપારી નીરવ મોદીના ભારત પ્રત્યાર્પણને બ્રિટનના ગૃહ મંત્રાલયે મંજૂરી આપી દિધી છે. ત્યારે હવે ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવામાં આવશે તે સ્પષ્ટ છે. ફેબ્રુઆરીમાં બ્રિટનના વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં નીરવના પ્રત્યાર્પણ પર અંતિમ સુનાવણી થઈ હતી. કોર્ટે પણ નીરવને ભારત મોકલવાની મંજૂરી આપી દિધી હતી.

- Advertisement -

જજ સેમ્યુઅલ ગુજીએ કહ્યું હતું કે નીરવ મોદીને ભારતમાં ચાલી રહેલા કેસમાં જવાબ આપવો પડશે. તેઓએ માન્યું કે નીરવ મોદી વિરૂદ્ધ પર્યાપ્ત પુરાવાઓ છે. 2 વર્ષ ચાલેલી કાયદાકીય લડાઈ પછી આ નિર્ણય લેવાયો હતો.

જજે કહ્યું કે નીરવ મોદીને ભારત મોકલવામાં આવશે તો એવું નહીં થાય કે તેને ત્યાં ન્યાય નહીં મળે. કોર્ટે નીરવ મોદીની માનસિક સ્થિતિ ઠીક ન હોવાની દલીલને પણ ફગાવી દિધિ છે. કહ્યું કે એવું નથી લાગતું કે તેઓને આ પ્રકારની કોઈ પરેશાની છે. કોર્ટે મુંબઈની આર્થર રોડ જેલની બેરેક નંબર-12ને નીરવ માટે યોગ્ય ગણાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular