દેશ અને દુનિયામાં રોજબરોજના જીવનમાં બનતી તમામ ઘટનાઓની માહિતી મેળવવા લોકો ન્યુઝ ચેનલોના માધ્યમનો સહારો લે છે. દેશ-દુનિયામાં શું ચાલી રહ્યું છે તે દરેક ક્ષણની ખબર અલગ-અલગ ન્યુઝ ચેનલો આપતી હોય છે.
હવે ભારતમાં જોવા મળશે બ્રાઇટ, ગોર્જીયસ, એજ લેસ અને અનેક ભાષાઓમાં બોલતી આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ બેઇઝ્ડ એન્કર સના. જેને ઇન્ડિયા ટુડેના વાઈસ ચેર પર્સન કલી પૂરીએ દેશ સાથે મુલાકાત કરાવી.
AI ના ટેક્સ્ટ ટુ સ્પીચ ફીચર્સ દ્વારા આ શક્ય બન્યું છે. 2018 માં ચીને સૌ-પ્રથમ AI ન્યુઝ એન્કર આપ્યો હતો. ત્યારે કોઈ ખાસ આકર્ષણ મળ્યું ન હતું પરંતુ આજે 2023માં દુનિયા બદલાઈ રહી છે લોકો ડીઝીટલ થઇ રહ્યા છે ત્યારે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સની વાત કરીએ તો લોકો ક્યાંક ને ક્યાંક તેની સાથે જોડાઈ રહ્યા છે. કોઈ તેને કંપનીના સોફ્ટવેર સાથે જોડી રહ્યું છે તો કોઈક તો તેને જ પોતાની કંપનીના CEO બનાવી રહ્યું છે.
આમ તો AI 1960 ના સમયથી જ અસ્તિત્વમાં છે પરંતુ છેલ્લા થોડા સમયથી હરકોઈ વ્યક્તિ તેમાં રસ દાખવી રહ્યું છે તેવામાં ન્યુઝ કેમ પાછળ રહી જાય.
હવે આ કામ કઈ રીતે કરે છે તે જોઈએ, ટેક્સ્ટ ટુ સ્પીચ ટુ વિડીયો AI એ મશીન લર્નિંગ ની ખાસિયત એ છે કે તમાં રોબોટ ના મશીનને એક માનવીય ચેહેરા તરીકે દેખાડાય છે, જયારે અવાજ માટે સ્પીચ રેકોગ્નેશન ટેકનોલોજીનો વપરાશ થાય છે. આમ બહુ બધી ભાષાઓના નમુના AI ને આપવામાં આવે છે જેમાંથી જે સૌથી વધુ નજદીક થી મેચ થાય તેનો તે ઉપયોગ કરે છે જેમકે આપણે સ્માર્ટ ફોનમાં ગુગલ ને કે એલેક્સા ને કમાન્ડ આપીએ છીએ તે રીતે અવાજના નમુના લે છે. જેના માટે ઘણા સોફ્ટવેર ઉપલબ્ધ પણ છે.
AI ને ઈનપુટ આપવું પડે છે તમે જેટલું ઈનપુટ આપો તેટલું તે વધુ આઉટપુટ આપે છે. આમ AI એન્કર સના પણ હ્યુમન એન્કરની જેમ ન્યુઝ પણ વાંચે છે અને તમારા પ્રશ્નોના જવાબ પણ આપે છે તે પણ અનેક ભાષાઓમાં.