દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સદી સુધી પહોંચી ગયેલા કોરોનાના નવા કેસો વચ્ચે છેલ્લા ત્રણ દિવસથી નોંધાતો સતત ઘટાડાએ લોકોમાં રાહત સાથે નવી આશા જન્માવી છે. જિલ્લામાં ગઈકાલે ખંભાળિયાના સૌથી વધુ 18 જ્યારે દ્વારકા અને ભાણવડના આઠ- આઠ તથા કલ્યાણપુર તાલુકાના ત્રણ મળી કુલ 37 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે તમામ ચાર તાલુકાઓમાં મળી કુલ 16 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જેથી જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો 796 થયો છે. જિલ્લામાં ગઈકાલે વધુ બે મૃત્યુ નોંધાયા છે.