Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતબ્રેકીંગ : ભાજપે રાજ્યસભાના 2 ઉમેદવારો જાહેર કર્યા

બ્રેકીંગ : ભાજપે રાજ્યસભાના 2 ઉમેદવારો જાહેર કર્યા

- Advertisement -

ગુજરાતમાં આગામી 1 માર્ચના રોજ રાજ્યસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતની ખાલી પડેલી બે બેઠકો માટે રાજ્યસભાની ચૂંટણી યોજવામાં આવશે. અહેમદ પટેલ અને અભય ભારદ્રાજના નિધન બાદ આ બે બેઠકો ખાલી પડી હતી. આ બે બેઠકોને લઇને ભાજપે બે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દિનેશભાઈ પ્રજાપતિ અને રામાભાઈ મોકરિયાના નામની ભાજપે જાહેરાત કરી છે.

- Advertisement -

ગુજરાતમાં 1 માર્ચમાં યોજવા જઈ રહેલ રાજ્યસભાની બે બેઠકની ચૂંટણીને લઇને ભાજપે 2 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. દિનેશભાઈ પ્રજાપતિ અને રામાભાઈ મોકરિયાના નામની ભાજપે જાહેરાત કરી છે. ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ 18 ફેબ્રુઆરી રહેશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભા સાંસદ અહમદ પટેલનું  25 નવેમ્બરના રોજ નિધન થયું હતું. ત્યારે બાદ આ બેઠક ખાલી પડી છે. અને રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ લાંબા સમયથી કોરોના સામે જંગ લડી રહ્યા હતા. જો કે તેમના ફેફસા પર ગંભીર અસર થતા તેમની સ્થિતી ખુબ જ નાજુક હતી. અને 1 ડીસેમ્બરના રોજ તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારથી ગુજરાતની આ બન્ને બેઠકો ખાલી પડી છે. જેની ચૂંટણી અગામી 1 માર્ચના રોજ યોજવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular