જામજોધપુર પોલીસે જામજોધપુરમાંથી કાર્તિક પાનની દુકાનમાંથી રૂા.9150 ની કિંમતનો 61 નંગ શંકાસ્પદ નશાકારક કેફીપીણાની બોટલોનો જથ્થો ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી આ દરમિયાન સોનલકૃપા ટ્રાવેલ્સ ઓફિસની પાછળ આવેલ કાર્તિક પાનની દુકાનમાં શંકાસ્પદ નશાકારક કેફી પીણાનો જથ્થાનો વેંચાણ માટે રાખ્યો હોવાની જામજોધપુરના હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. મહેન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, માનસંગભાઈ ઝાપડીયા તથા અશોકભાઈ ગાગીયાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તથા ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી પી વાઘેલાની સૂચના તથા જામજોધપુરના પીઆઇ વાય.જે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ સ્ટાફ દ્વારા કાર્તિક પાનની દુકાનમાંથી રૂા.9150 ની કિંમતની 61 નંગ ‘જઞગગઈંગઉછઅ’ ની નશાકારક કેફી પીણાની બોટલો ઝડપી લઇ અરવિંદ ગગુ કાંધાણી વિરૂધ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.