જામનગરના નાઘેડી ગામે રહેતા એક યુવકે પોલીસને દારુ અંગેની બાતમી આપી હોવાની શંકાના આધારે રાખી બુટલેગરોએ યુવક અને તેના પિતા પર લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજાઓ પહોચાડી હતી. જેને લઇને યુવકે બે મહિલા સહીત સાત શખ્સો વિરુધ પંચકોશી બી ડીવીઝન પોલીસદફતરમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જામનગરના નાઘેડી ગામે રહેતો રામ ઉર્ફે રામકો મેર નામના બુટલેગરનો દારૂ અગાઉ પોલીસે જપ્ત કરેલ હોય અને નાઘેડીના યુવક મુકેશ ઉર્ફે કારો પાલાભાઈ માડમે પોલીસને બાતમી આપી હોવાની શંકાના આધારે રામકા મેરે યુવકને મરી નાખવાનું કાવતરું રચી હુમલો કર્યો હતો. મુકેશ બપોરના સમયે નાઘેડી ગામે ઠાકર હોટેલ પાસે હોય અને આ વાતની જાણ રામકાના બનેવી વિક્રમે તેને કરતા રામકો, આસિફ કાટલિયા, ઈરફાન કાટલિયા, રણજીત ભૂતિયા બાઈક લઈને આવી લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરતાં મુકેશના પિતા વચ્ચે છોડાવવા પડતા તેને પણ ફ્રેકચર સહીતની ગંભીર ઈજાઓ પહોચાડી હતી. બાદમાં રામકાની બહેન રેખા વિક્રમ પરમાર તથા પત્ની ટીના મેર એ મકેશના દાદીને જાપટ મારી હતી. આ બનાવ અંગે મુકેશે બે મહિલા સહીત સાત શખ્સો સામે પંચકોશી બી ડીવીઝન પોલીસ દફતરમાં આઈપીસી કલમ 387,448,427,506(2),294(ખ) તથા જીપીએક્ટ કલમ 135(1) મુજવ ફરીયાદ નોંધાવવામાં આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.