પાકિસ્તાનના કરાચીમાં ફરી એક વખત બ્લાસ્ટ થયો છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે જયારે 14 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. 15 દિવસ અગાઉ જ કરાચીમાં બ્લાસ્ટ થયો હતો. જેમાં 5લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ગત મોડી રાત્રે કરાચીમાં એટલો જોરદાર વિસ્ફોટ થયો હતો કે રસ્તા પર ઉભેલી ગાડીઓમાં આગ ફાટી નીકળી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.
#pakistan #karachiblast #CCTV #Khabargujarat
પાકિસ્તાનના કરાચીમાં મોડી રાત્રે બ્લાસ્ટ 1નું મોત, 14 થી વધુ ઘાયલ
15 દિવસ અગાઉ પણ કરાચીમાં થયો હતો બ્લાસ્ટ pic.twitter.com/CL235yynIn
— Khabar Gujarat (@khabargujarat) May 13, 2022
પ્રાથમિક માહિતી અનુસાર આ બોમ્બ વિસ્ફોટમાં લગભગ 2 કિલો વિસ્ફોટક અને લગભગ અડધા કિલો બોલ બેરિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટ ટાઈમર દ્વારા કરવામાં આવ્યો હતો. તે જ સમયે, સિંધ અને બલૂચિસ્તાનના અલગતાવાદી જૂથોએ જવાબદારી સ્વીકારી છે. કરાચી પોલીસ તેને આતંકવાદી હુમલો ગણાવી રહી છે.