Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી યુવાનનો મૃતદેહ સાંપડયો

જામનગરમાં દિગ્જામ સર્કલ પાસેથી યુવાનનો મૃતદેહ સાંપડયો

પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી : મૃતક જામનગરનો યુવાન હોવાનું ખુલ્યું : સાત રસ્તા નજીકથી ઇજાગ્રસ્ત થયેલા યુવાનનો મૃતદેહ મળી આવ્યો : પોલીસ દ્વારા ઓળખ મેળવવા તજવીજ

જામનગર શહેરમાં મારૂતિનગર વિસ્તારમાં રહેતા યુવાનને દારૂ પીવાની કુટેવ હોય દરમિયાન કોઇ કારણસર બેશુધ્ધ થઈ જતા મોત નિપજ્યાના બનાવમાં પોલીસે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી હતી. જામનગરના સાત રસ્તા પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરમાં પોલીસ હેડ કવાર્ટર પાછળ આવેલા મારૂતિનગર વિસ્તારમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા રોનકસિંહ નિરૂભા ઝાલા (ઉ.વ.35) નામનો યુવાનનો ગઈકાલે સવારના સમયે દિગ્જામ સર્કલ પાસેથી મૃતદેહ મળી આવ્યાની ગીરીરાજસિંહ ઝાલા દ્વારા જાણ કરવમાં આવતા એએસઆઈ ડી જે જોશી તથ સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થળ પરથી યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકનું કયા કારણોસર મોત નિપજ્યું છે ? તે અંગેની તપાસ આરંભી હતી. પોલીસે મૃતકના ભાઈના નિવેદનના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાાવ, જામનગર શહેરમાં સાત રસ્તા સર્કલ પાસે આવેલા પેટ્રોલ પમ્પ નજીકથી 40 વર્ષના અજાણ્યા પુરૂષને ઈજા થયેલો મૃતદેહ મળી આવ્યાની ઈકબાલભાઈ દરજાદા દ્વારા જણ કરાતા પીએસઆઇ વી બી બરસબીયા તથા સ્ટાફ તાત્કાલિક ઘટનસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી અશરે 40 વર્ષના શરીરે ઈજા પહોંચેલા યુવાનનો મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તથા યુવાનનું કયા કારણોસર મોત નિપજ્યું હતું તે અંગે જીણવટભરી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular