Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરબોર્ડની પરિક્ષાનો પ્રારંભ : જામનગર જિલ્લામાં 29000થી વધુ પરિક્ષાર્થીઓ

બોર્ડની પરિક્ષાનો પ્રારંભ : જામનગર જિલ્લામાં 29000થી વધુ પરિક્ષાર્થીઓ

પરિક્ષા કેન્દ્રો પર કુમકુમ તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરાયું

- Advertisement -

જામનગર સહિત રાજ્યભરમાં આજથી ગુજરાત બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. જામનગરમાં આજે સવારે ધો. 10ની પરીક્ષાનો સવારે પ્રારંભ થતાં વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્ર ખાતે કુમકુમ તિલક કરી તેમજ મો મીઠુ કરાવી, સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત ધો. 10 અને 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. તા. 14 થી 29 માર્ચ સુધી બોર્ડની પરીક્ષા યોજાશે. જામનગર જિલ્લામાંથી ધો. 10ના 17,374 વિદ્યાર્થીઓ, ધો. 12 સામાન્ય પ્રવાહ 10,663 વિદ્યાર્થીઓ તેમજ વિજ્ઞાન પ્રવાહના 1814 વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. ધો. 10ની પરીક્ષા નવ કેન્દ્રના 57 પરીક્ષા સ્થળો પર લેવામાં આવશે. તેમજ ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા જિલ્લાના 6 કેન્દ્રના 33 પરીક્ષા સ્થળો અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા જિલ્લાના મુખ્ય મથક જામનગર અને ધ્રોલ એમ બે કેન્દ્રના નવ પરીક્ષા સ્થળોએ પરીક્ષા લેવામાં આવશે.

- Advertisement -

ધો. 10ની પરીક્ષા માટે જામનગર જિલ્લામાં કુલ 532 બ્લોક, ધો. 12 સામાન્ય પ્રવાહમાં 345 બ્લોક અને વિજ્ઞાન પ્રવાહમાં 91 બ્લોક તૈયાર કરવામાં આવ્યા છે. જામનગર શહેર-જિલ્લામાં પરીક્ષાર્થીઓ શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તે માટે પોલીસ દ્વારા તેમજ શિક્ષણ વિભાગ દ્વારા પણ ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાનો પ્રારંભ થતાં જામનગર શહેરના વોર્ડ નં. 3માં આવેલ વિકાસ ગૃહ ખાતે વોર્ડ નં. 3ના કોર્પોરેટર સુભાષભાઇ જોશી સહિતના અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મો મીઠુ કરાવી, બોર્ડની પરીક્ષા માટે શુભકામનાઓ પાઠવી હતી.

આજથી શરુ થયેલી ગુજરાત બોર્ડની પરીક્ષામાં ધો. 10માં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિતના પ્રથમ ભાષાના વિષયની પરીક્ષા લેવાઇ હતી. સવારે 10 થી 1:15 સુધી ધો. 10નું પેપર લેવાયું હતું. બપોરના સેશનમાં ધો. 12 સામાન્ય પ્રવાહમાં 3 થી 6:15 દરમિયાન એકાઉન્ટનું પેપર તેમજ ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સનું પેપર લેવાયું હતું. જામનગર જિલ્લા શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ સહિતના અધિકારીઓએ જિલ્લા પરીક્ષા સ્થળોનું નિરિક્ષણ કર્યું હતું અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે તકેદારી દાખવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular