જોડિયા તાલુકાના વાવડી ગામના અને જામનગર જિલ્લા પંચાયત ના પૂર્વ ઉપપ્રમુખ વશરામ ભાઈ રાઠોડના જન્મદિવસે નિમિત્તે વાવડી ગામે રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય હકુભા જાડેજા, જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, જામનગર મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતા અલ્તાફ ખફી, કલ્પેશ હડીયલ, સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ તરીકે રાચ્છભાઈ, જોડિયા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ તેમજ સરપંચઓ આગેવાનો, યુવાનો, રક્તદાતાઓ તેમજ આજુબાજુના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ રક્તદાન કેમ્પ માં 78 બોટલ રક્તદાન થયું હતું.