દેવભુમિ દ્વારકાની ખંભાળિયા વિધાનસભા બેઠકમાં ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં મુળુભાઈ બેરાએ તમામ ગામોમાં લોક સંપર્ક કર્યો હતો. જેમાં ખૂબ જ સારો આવકાર સાથે સમર્થન મળ્યું છે.
અનેક ગામોમાં ઢોલ શરણાઈથી સ્વાગત
ખંભાળિયા વિધાનસભાના તમામ ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારના ગામોમાં મુળુભાઈ બેરા દ્વારા પ્રવાસ તથા મુલાકાત લેવામાં આવી હતી. તમામ ગામોમાં મુલાકાત લેતા ગામના આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું તથા અનેક ગામોમાં ઢોલ શરણાઈથી મુળુભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
સલાયા, ખંભાળિયા, ભાણવડ પાલિકા વિસ્તારોમાં મિટિંગો ડોર ટુ ડોર સંપર્ક
ભાજપાના ઉમેદવાર મુળુભાઈ બેરા દ્વારા સલાયામાં મિટિંગ કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં હિન્દુ-મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. વર્ષોથી કોંગે્રસના શાસનમાં વિકાસ વિહોણા રહેલા સલાયામાં ધારાસભ્યના હોવા છતાં પણ કરોડોની ગ્રાન્ટો સરકારમાંથી ફાળવીને સલાયામાં વિકાસ લાવનાર મુળુભાઈનું સન્માન કરાયું હતું. તો ખંભાળિયા શહેરની વોર્ડ નં.1 થી 7 ની મિટિંગો યોજાઈ હતી. જેમાં પણ મુળુભાઈને પ્રચંડ જન સમર્થન પ્રાપ્ત થઈ ગયું છે.
ખંભાળિયાના વિકાસ માટે મુળુભાઈના પ્રયાસો
ગત 2014 ની ચૂંટણીમાં ખંભાળિયામાં હારી ગયા હોવા છતાં પણ મુળુભાઈ બેરાએ ખંભાળિયા શહેર તથા તાલુકા માટે સતત કામો કર્યા હોય હાર્યા છતાં નિરાશ નહીં અને જીતવા છતાં અભિમાન નહીં નો મંત્ર ચલાવતા મુળુભાઈ બેરાએ અનેક રસ્તાના કામો પણ આ વિસ્તારમાં કરાવ્યાં હતાં. તો શહેરને કરોડોની ગ્રાન્ટો પણ ધારાસભ્યના હોવા છતાં અપાવીને અનેક પ્રશ્ર્નો હલ કર્યા હોય લોકોમાં મુળુભાઈ બેરા પ્રત્યે સ્વયંભૂ લોક જુવાળની સ્થિતિ છે.
ગ્રામ્ય પંથકોમાં મુળુભાઈ પ્રત્યે લગાવ
ભાણવડ ખંભાળિયાનીજનતા સતત બે ટર્મથી કોંગે્રસના વિપક્ષી ધારાસભ્ય ચૂંટણી હોય સરકાર ભાજપાની ધારાસભ્ય કોંગે્રસનાની સ્થિતિ થઈ ગઇ હોય અહીં અનેક કામોમાં ધારાસભ્યના કહી શકયા હોયની સ્થિતિ હોય લોકોએ પણ આ વખતે ભાજપાને ચૂંટીને આ મુશ્કેલીમાંથી નિકળવાનો માર્ગ પસંદ કરવા નકકી કર્યુ હોય તેમ છે.
સમાજ મિટિંગોમાં વ્યાપક આવકાર
ખંભાળિયા ભાણવડ પંથકમાં વિવિધ જ્ઞાતિઓ તથા સમાજની મિટિંગ પણ ભાજપા દ્વારા લેવામાં આવી હતી જેમાં ખૂબ જ સારો આવકાર ભાજપાના ઉમેદવારને મળ્યો હતો. તથા સતત પ્રશ્ર્નો માટે દોડતા મુળુભાઈ બેરાને ખૂબ જ સમર્થન વિવિધ જ્ઞાતિના આગેવાનો તરફથી મળ્યું છે.
ભાજપાના નેતાઓના આગમનથી ભાજપા તરફી વાતાવરણ
ખંભાળિયા બેઠકમાં ભાજપાના રાષ્ટ્રીય નેતા અમિતભાઈ શાહની વિશાળ સભા, કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલા તથા પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ રાણા તથા સાંસદ પૂનમબેન તથા વિવિધ જ્ઞાતિના આગેવાનો દ્વારા પ્રચંડ લોક સમર્થન સાથે ઠેર ઠેર આવકાર પ્રાપ્ત થઈ રહ્યો છે. જે ખૂબ જ નોંધપાત્ર બન્યો છે.
ખંભાળિયા–ભાણવડ વિશાળ સતવારા સમાજ ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરા સાથે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા બેઠકમાં બહુમતિ સતવારા સમાજ ભાજપના મુળુભાઇ બેરાના સમર્થનમાં જોડાઇને કામ કરવા લાગતા ખંભાળિયા બેઠક પર વર્ષોથી સતવારા સમાજ ભાજપના ઉમેદવારને જંગી લીડ અપાવે છે. તે આ વખતે પણ થશે.
ભાજપે ખંભાળિયા પાલિકા પ્રમુખ તરીકે સતવારા, જિ.પં.ની બાંધકામ તથા શિક્ષણ સમિતિમાં સતવારા, તા.પં.ના કારોબારી ચેરમેન સતવારા શહેર મહામંત્રી જિલ્લા મહામંત્રી સતવારા તથા તા.પં., ન.પા.માં બેઠકોમાં પણ આ સમાજને સ્થાન આપેલું હોય તથા તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બ્રાહ્મણ ઉમેદવારની ટિકિટ જાહેર કર્યા પછી પણ સતવારા સમાજની માગ તથા લાગણી જોઇને આ ટિકિટ રદ્ કરી ત્યાં જગદીશ મકવાણા સતવારા સમાજને આપીને સતવારાની અગત્યતા જાણી હોય તથા જગદીશ મકવાણાએ તાજેતરમાં ખંભાળિયા આવીને સતવારા સમાજની મિટિંગ લેતાં તેમાં પણ સારો પ્રતિસાદ મળતા વર્ષોથી ભાજપ સાથે સતવારા સમાજ ફરી લીડ અપાવશે તો ભાજપે ચૂંટણી ઢંઢેરામાં પણ સતવારા જ્ઞાતિના વિકાસ માટે આયોજન કર્યું છે.
ખંભાળિયા બેઠક પર ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરા મજબૂત ઉમેદવાર
દેવભૂમિ દ્વારકા જિલ્લાની હાઇફાઇ ખંભાળિયા બેઠક માટે ભાજપના ઉમેદવાર મુળુભાઇ બેરાની સ્થિતિ મજબૂત બની રહી છે. કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઇ માડમ કે જેમની સામે મુળુભાઇ બેરા 200રમાં હારી ગયેલા પણ ર01ર પછી 2014 માં પણ પણ ચૂંટી લડયા છતાં હારી ગયેલા મુળુભાઇ બેરાએ લોકોના સતત કામો કરવા તથા લોક પ્રશ્ર્ને સતત કામગીરીથી લોકોના મનમાં આગવું સ્થાન ઉભું કર્યુ છે. તો ખંભાળિયા પંથકમાં કોંગ્રેસ ચૂંટણી વખતે જ આવતી હોય તો આમ આદમી કોંગ્રેસના મતો તોડતી હોય મુળુભાઇ બેરાની સ્થિતિ મજબૂત થતી જાય છે તો કેન્દ્ર તથા રાજય સરકારના વિકાસ કાર્યો તથા યોજનાઓ પણ ભાજપને ફાયદો કરાવશે.