ભારતમાંની એક્તા અને અખંડિતતા માટે પોતાનું જીવન સમર્પિત કરનાર રાષ્ટ્ર માટે શહીદ થનાર તેવા જનસંઘના સ્થાપક ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના નિર્વાણ દિન તા. 23મી જૂનને ભારતીય જનતા પાર્ટી દ્વારા બલિદાન દિવસ સ્વરૂપે મનાવવામાં આવે છે. સમગ્ર દેશમાં દરેક બુથ સુધીના કાર્યકરો આ દિવસે તેઓના બલિદાનને યાદ કરી, જહાં હુએ બલિદાન મુખર્જી વો કાશ્મીર હમારા હૈ…ના મંત્ર સાથે તેઓના જીવનમાંથી પ્રેરણા મેળવે તેવા પ્રયત્નો પાર્ટી દ્વારા પ્રતિ વર્ષે થાય છે.
જામનગર જિલ્લા ભાજપ પિરવાર દ્વારા જિલ્લાકક્ષાએ મુખ્ય કાર્યક્રમ અટલ ભવન (જિલ્લા ભાજપ કાર્યાલય) ખાતે જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાની અધ્યક્ષતામાં સ્મૃતિ દિવસ સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અગ્રણી પંકજભાઈ મહેતા વિશેષ ઉપસ્થિત રહેલ. સમારંભમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ ડો. શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જિલ્લા ભાજપ અધ્યક્ષ રમેશભાઈ મુંગરાએ ડો. મુખર્જીના જીવન અને ક્વન પર પોતાની આગવી શૈલીમાં સૌને માહિતગાર કરવા ઉપરાંત પક્ષના આગામી કાર્યક્રમો કટોકટીનો કાળો દિવસ તેમજ પ્રાથમિક સદસ્યતા અભિયાનને વધુમાં વધુ સફળ બનાવવા આહવાહન કર્યું હતું.
પ્રદેશ અગ્રણી પંકજભાઈ મહેતાએ પોતાના વિશેષ વક્તવ્યમાં ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાનનો મહિમા અને હાલ તેઓના એક ભારતના સ્વપ્નને સાકાર કરતા નરેન્દ્ર મોદી સરકાર દ્વારા 370મી કલમ નાબુદીના વિશેષ ઉલ્લેખ કરી તેઓના જીવનના અનેક પ્રસંગો પર પ્રકાશ પાડયો હતો.
આ સમારંભમાં જીલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો સુર્યકાંતભાઈ મઢવી, ડો. પી. બી. વસોયા, પૂર્વ મહામંત્રી ડો. વિનોદ ભંડેરી, ચેતનભાઈ કડીવાર સહિત જિલ્લાના હોદેદારો, જિલ્લા પંચાયતના ચેરમેનો, ચૂંટાયેલ સદસ્યો, મોરચા તથા સેલના કાર્યકરો પ્રત્યક્ષ રૂપે મોટી સંખ્યામાં સહભાગી થયેલ તેમજ દરેક મંડલના હોદેદારો તથા બુથ સુધીના સર્વે કાર્યકરો મોટી સંખ્યામાં ઝુમ મીટીંગ મારફતે વર્ચ્યુઅલ રીતે જોડાયેલ તેમ જિલ્લા મીડીયા સેલના કન્વીનર નરેન્દ્રસિંહ પરમારની યાદીમાં જણાવાયું છે.