ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારી શરૂ થઈ ચૂકી છે. ભાજપા દ્વારા કાર્યકરો-હોદ્ેદારોની મહત્વની બેઠકો યોજાઈ રહી છે. ત્યારે ભાજપાના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂગ ગઈકાલે જામનગરની મુલાકાતે આવ્યા હતાં. તેમણે જામનગર શહેર અને જિલ્લા ભાજપાના હોદ્ેદારો-કાર્યકરો સાથે મહત્વની બેઠક યોજી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ભાજપા દ્વારા કાર્યકરોની બેઠક સહિતની તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે. ભાજપા દ્વારા મિટિંગોની સાથે સાથે કાર્યકરોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ભાજપાના પ્રદેશ તથા રાષ્ટ્રીય નેતાઓ વિવિધ જિલ્લાઓમાં બેઠકો યોજી રહ્યા છે ત્યારે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂગ ગુજરાતની મુલાકાતે હતાં. તેમણે ગુજરાતની મુલાકાત દરમિયાન જામનગરની પણ મુલાકાત લીધી હતી. જામનગર ખાતે સૌપ્રથમ જામનગર જિલ્લા ભાજપા કાર્યાલય અટલ ભવન ખાતે તરૂણ ચૂગની વિશેષ ઉપસ્થિતિમાં આગામી વિધાનસભાની ચૂંટણીઓ તેમજ સંગઠનાત્મક વિષયો અન્વયે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા ભાજપા પ્રમુખ રમેશભાઈ મુંગરા ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ચિમનભાઈ સાપરિયા, પૂર્વ શહેર ભાજપા પ્રમુખ નિલેશભાઈ ઉદાણી, પ્રવિણસિંહ જાડેજા સહિતના અગ્રણીઓ તેમજ ભાજપાના જિલ્લાના કાર્યકરો તથા હોદ્ેદારો ઉપસ્થિત રહ્યાં હતાં.
ત્યારબાદ જામનગર શહેર ભાજપા કાર્યાલય ખાતે તરૂણ ચૂગની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. જેમાં જામનગર શહેર ભાજપા પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, શહેર ભાજપા મહામંત્રી મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેેઠવા સહિતના હોદ્ેદારો તેમજ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેમણે રાષ્ટ્રીય મહામંત્રી તરૂણ ચૂગે માર્ગદર્શન પૂરુ પાડયું હતું.