ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાટીયાની ખેડૂત મતદાર વિભાગની યોજાયેલી ચુંટણીમાં 10 ઉમેદવારોને વિજેતા જાહેર કરાયા છે.
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાટીયાની ખેડૂત મતદાર વિભાગની સામાન્ય ચુંટણીનું મતદાન 21 નવેમ્બર ના રોજ યોજાયું હતું. જેની તા. 22 નવેમ્બર ના મતગણતરી હાથ ધરાઈ હતી. જેમાં ભાજપ પ્રેરિત પેનલના આહીર રાજાભાઈ રાણાભાઇ, ગાધેર નગા નેભા, કન્ડોરીયા વિરાભાઈ વેજાણંદભાઈ, ચાવડા પરબતભાઈ ડાડુભાઈ, માડમ રણમલભાઈ લખુભાઈ, ગોજીયા નરશીભાઈ ધાનાભાઈ, બેલા ભાઈદેવશીભાઈ લાખાભાઈ, જામ નથુભાઈ આશાભાઈ, બઠીયા હરેશભા વેજાભા, તથા સોનગરા ટપુભાઈ લીરાભાઈ ને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.


