છોટી કાશીમાં ગઈકાલે રામનવમની મહાપર્વના દિવસે વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાનજી ના મંદિરમાં ’ભાજપ- કોંગ્રેસ સર્વે એક સમાન’ ભગવાનના દરબારમાં કોઈ મત-મતાંતર કે પક્ષાપક્ષી નથી તે પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું હતું.ન ભાજપના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) તેમજ ખંભાળિયા વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઈ માડમ તેમજ કોંગ્રેસના અગ્રણીઓ જ્યારે બાલા હનુમાન મંદિર ટ્રસ્ટના ટ્રષ્ટિગણ પૈકીના ભાજપના અગ્રણી જીતુભાઇ લાલ સહિતના રાજકીય આગેવાનોએ સૌ સાથે મળીને રામધૂન બોલાવી હતી, અને કોઈપણ પક્ષા-પક્ષી વગર ભગવાન રામને રીઝવા કરવા માટે સૌ સાથે બેસીને રામમય બન્યા હતા.