જામનગરમાં પર્યાવરણ ક્ષેત્રે કામ કરતી નવાનગર નેચર કલબ સંસ્થા દ્વારા રવિવારે પર્યાવરણ સંરક્ષણ, સંવેદન તેમજ આવનારી પેઢી પ્રાકૃતિનો આદર કરતા શીખે તે માટે પક્ષી પરિચય તથા મોબાઇલ ફોટોગ્રાફી સ્પર્ધાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પક્ષીવીદ સુરજ જોષી દ્વારા બાળકોને લાખોટા તળાવ પર જોવા મળતી પક્ષીઓની વિવિધ પ્રજાતિ વિશે માહિતી આપી હતી. આ ઉપરાંત વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફર મનિષ ત્રિવેદી એ ઉપસ્થિત બાળકોને નેચર ફોટોગ્રાફી કેવી રીતે કરવી અને તેમાં કેમેરા તથા મોબાઇલના અલગ અલગ ફીચર કેવી રીતે કામ આવે ? તે વિશે માહિતી પૂરી પાડી હતી.