જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં મકાનની બહારથી બાઈકની ચોરી થયા અંગે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વૃંદાવન સોસાયટીમાં રહેતાં જયેશભાઈ સવજીભાઈ પારજીયાના મકાનની બહાર પાર્ક કરેલ રૂા.20000 ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાઈકલ અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસ દ્વારા અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.