જામનગર તાલુકાના કનસુમરા ગામના પાટિયા પાસેથી પુરપાટ આવી રહેલી ફીગો કારના ચાલકે બાઇકને પાછળથી ઠોકર મારી હડેફેટે લેતા અકસ્માતમાં બાઇકને ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર જામનગર શહેરના દરેડ રોડ પર આવેલા માનવબાગ-પમાં રહેતા મનોજભાઇ દલસાણિયા નામના પટેલ યુવાન મંગળવારે રાત્રિના સમયે તેના જી.જે.10-ડીએચ 9525 નંબરના જયુપીટર મોટર બાઇક પર કનસુમરા ગામના પાટિયા પાસેથી પસાર થતાં તે દરમ્યાન પાછળથી પુરપાટ આવી રહેલી જી.જે.10 બીજી-7877 નંબરની ફીગો ફોર્ડ કારના ચાલકે કાબુ ગુમાવી બાઇક સવારને ઠોકર મારતાં ચાલક મનોજભાઇ પટેલ નામનો યુવાન રોડ પર પટકાયો હતો અને અકસ્માતમાં શરીરે તથા માથામાં ગંભીર ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નિપજયું હતું. બનાવની જાણ થતાં પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. જયાં સ્થળ પરથી પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ માનવભાઇના નિવેદનના આધારે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.