Wednesday, January 8, 2025
Homeરાષ્ટ્રીયબિહાર રાજય કરશે જાતિ આધારિત વસતી ગણતરી

બિહાર રાજય કરશે જાતિ આધારિત વસતી ગણતરી

સર્વપક્ષિય બેઠક બાદ મુખ્યમંત્રી નિતિશકુમારની જાહેરાત : રાજય સરકાર ઉઠાવશે ખર્ચ

- Advertisement -

કેન્દ્ર સરકારે જાતિ આધારીત વસતી ગણતરી કરવાની ના પાડી દીધી છે ત્યારે બિહારની રાજ્ય સરકારે પોતાની રીતે જ જાતિ આધારીત વસતી ગણતરી કરવાનું નક્કી કર્યું છે. જ્યારે જાતિ આધારીત વસતી ગણતરી પાછળ જે ખર્ચ થશે તે રાજ્ય સરકાર ઉઠાવશે. આ માટે ટૂંક સમયમાં બિહારમાં સર્વપક્ષીય બેઠક પણ યોજવામાં આવશે. આ જાહેરાત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર દ્વારા કરવામાં આવી હતી. પત્રકારોની સાથે વાતચીતમાં નીતીશ કુમારે કહ્યું હતું કે અમે રાજ્યના અન્ય પક્ષોની સાથે વાતચીત કરી રહ્યા છીએ, ટૂંક સમયમાં સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવશે. આ સમયે બધા પક્ષો સહમત થશે તેવી આશા છે. જાતિ આધારીત વસતી ગણતરી કેવી રીતે કરવી અને ક્યા માધ્યમથી કરાવવી વગેરેની તૈયારી કરી લેવામાં આવશે. રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચો ઉઠાવવા તૈયાર હોવાનું પણ નીતીશ કુમારે કહ્યું હતું. વસતી ગણતરી સમયે લોકો પેટા જાતિ પણ જણાવશે એવામાં સબ કાસ્ટ અને કાસ્ટ બન્નેને જોવામાં આવશે. લોકોને જાતિ આધારીત વસતી ગણતરી માટે જાગૃત પણ કરવામાં આવશે. સૌના અભિપ્રાય બાદ જે સહમતી બનશે તેના પર સરકાર વિચારણા કરશે અને એક તારીખ નક્કી કરવામાં આવશે જે દિવસે બધુ નક્કી કરાશે. નોંધનીય છે કે લોકસભામાં હાલમાં જ સાંસદોએ સવાલ કર્યો હતો કે શું કેન્દ્ર સરકાર જાતિ આધારીત વસતી ગણતરી કરવાની તરફેણમાં છે. જેના જવાબમાં સરકારે હાલ એવુ કોઇ આયોજન ન હોવાનું કહ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular